Back

તંત્રની લાપરવાહી ને કારણે કાલોલ પુરવઠા ગોડાઉનમાં અખાધ તુવેરદાળનો નિકાલ ધોચ માં અનાજ નો બગાડ..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ ના પુરવઠા ગોડાઉનમાં મધ્યાહન ભોજન ના  તાલુકાના કેન્દ્રો માં મોકલવા માટે મંગાવેલ તુવેરદાળ નો ૧૫૦૦૦ કિલો નો જથ્થો જે નાગપુર ની હનુમાન દાલ ઇન્ડસ્ટ્રીઝ મા થી આવેલ તે દાળ નો સેમ્પલ ત્રણેક  માસ અગાઉ રિજેક્ટ થતા  મધ્યાહન ભોજન માં આપી નહોતી અને પરિણામે તેનો બગાડ શરૂ થઈ ગયો હતો કાલોલ ગોડાઉન મેનેજર દ્વારા જિલ્લામાં વારંવાર લેખીત મોકલી ને આ તુવેરદાળ ને પરત લેવા તજવીજ કરવા જણાવ્યું હતું પણ આજ દિન સુધી આ તુવેરદાળ ની ૩૦૦ બેગો ગોડાઉનમાં પડી રહેતા બગાડ થયો હતો અને તેમાં જીવાત પડી જતા જથ્થો તાકીદે નિકાલ કરવો જરૂરી બને છે પણ નિકાલ ના અભાવે બગડેલી તુવેરદાળ ની સાથે અન્ય સારું અનાજ ઘઉં, ચોખા પણ બગડે તેવી સંભાવના વધી રહી છે જેથી જિલ્લા કક્ષાએ થી યોગ્ય પગલાં ભરી આ બગડેલી તુવેરદાળ નો નિકાલ કરાય જેથી બીજું સારું અનાજ બગડતું અટકે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..