Back

કડી શહેરમાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ નિમિતે બાઇક રેલી યોજાયી


 ઊંઝા માં ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી 18 મી ડીસેમ્બર થી ચાર દિવસીય યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે ત્યારે કડી શહેરમાં ગુરુવાર ના રોજ માઇભક્તો દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ ના પ્રચાર પ્રસાર માટે કડી શહેરમાં આવેલ ઉમિયા માતાજી મંદિર ભાઉપુરા થી બાઇક રેલી યોજાયી હતી જે સમગ્ર કડી શહેર ના રાજમાર્ગો ઉપર ફરી હતી અને લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તેનું સમાપન થયું હતું.વિનોદભાઈ પટેલ (કડી એપીએમસી ચેરમેન) શારદાબેન પટેલ (કડી નગરપાલિકા)પ્રમુખ કડી શહેર વી.એચ.પી.પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ,વિષ્ણુભાઈ પટેલ(ચેરમેન-કડી નગરપાલિકા),પ્રકાશભાઇ પટેલ (મહેસાણા જિલ્લા યુવા મોરચા પ્રમુખ)પ્રદીપભાઈ પટેલ (જય ભગવાન) મયંક ભાઈ પટેલ(આલ્ફા એજ્યુકેશન),શૈલેષભાઇ પટેલ(મહેસાણા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ),ચિરાગ પટેલ(BJP કડી)તારક પટેલ તથા વિવિધ આગેવાનો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.અને આવતીકાલે કે તારીખ.૧૩/૧૨/૯ ના રોજ બહુચર માતાજીના મંદિર મંદિર દેત્રોજ રોડ કડી ખાતે રાત્રે;૯./૦૦ વાગે ગરબાનું આયોજન કરેલ છે તો દરેક લોકોએ હાજર રહેવું તેવું આહવાન કરવામાં આવ્યું હતું.

વાત્સલ્ય ન્યુઝ - કડી 

જૈમિન સથવારા

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..