Back

નર્મદા : આદિવાસી મહિલાઓએ સ્ટેચ્યુ અંગે વિકાસના બિલ ને આપી જળસમાધી....

નર્મદા : આદિવાસી મહિલાઓએ સ્ટેચ્યુ અંગે વિકાસના બિલ ને આપી જળસમાધી....

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વીધેયક નો નર્મદા જિલ્લા માં વિરોધ જોવા મળ્યો

જળ જંગલ જમીન બચાવવા મહિલાઓએ શપથ લીધા કાયદાનો વિરોધ કરી નકલ નર્મદા માં વહાવી

જુનેદ ખત્રી : રાજપીપળા

આજરોજ નર્મદા જિલ્લાની મહિલાઓએ કેવડીયા કોલોની વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને સરકારે જે ઠરાવ પસાર થયો છે તે બાબતનો વિરોધ કર્યો હતો.તમામ મહિલાઓ નર્મદા જિલ્લા ના દેવલિયા ખાતે એકત્રિત થઈ ભજન કીર્તન કરતા કરતા રેલીના સ્વરૂપમાં નર્મદા નદીના કિનારે પહોંચ્યા હતા અને તેમને આ ઠરાવનો ઉગ્ર વિરોધ કરવાના સોગંદ લીધા હતા.ઉપરાંત સરકારે જે ઠરાવ પસાર કરેલો છે તે ઠરાવની નકલ નર્મદા નદીમાં વહેવડાવી હતી

તમામ મહિલાઓ સરકારના આ ફરમાન માટે ખૂબ ગુસ્સો જોવા મળ્યો હતો અને મહિલાઓએ કાળો કાયદો નાબૂદ કરો , જળ જંગલ હમારા હૈ , જમીન નહીં દેગે જેવા નારા પણ લગાવ્યા હતા

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..