Back

ખેડૂતોને ૧૦૦% પાક વિમો અપાવવા માંગ, ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી..


કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં આવતા પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણા આ ત્રણેય તાલુકાના ગામોમાં આ વર્ષે સારો એવો વરસાદ પડતાં ખરીફ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ અને આ વાવેતર નો ઉગાવો પણ સારી રીતે થયેલો હતો. 


ત્યારે આ પાકમાં પૂર્ણ સાલ સતત વરસાદ પડતા તેમજ પાક લણી લીધા બાદ કમોસમી વરસાદ પડતાં કુતિયાણા વિસ્તારના તમામ ગામોમાં કરાયેલા પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટી નુકસાની થઈ છે તો બીજી તરફ ખેડૂતોએ લીધેલ પાક વીમો પણ ન મળતાં આ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની છે.


ત્યારે પાક નિષ્ફળનો તાકીદે સર્વે કરાવી સો ટકા વીમો અપાવવા અને તેનો સરકાર દ્વારા સર્વે કરાવવા ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએ કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ સાહેબ ને તાકીદનો પત્ર પાઠવી ખાસ ભલામણ કરી છે..


નાગેશ મોડેદરા

કુતિયાણા

કુતિયાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..