Back

ગુજરાત ના 100 થી વધુ દિવ્યાંગ સ્વીમરો નો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો,રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્વિમરો એ ભાગ લીધો,



અમદાવાદ ના એકલવ્ય સ્પોર્ટસ સંકુલ માં ગુજરાત ના 100 થી વધુ દિવ્યાંગ સ્વિમર માટે ના રાજ્યકક્ષા ના સ્પેશિયલ ખેલ મહાકુંભ ની સ્પર્ધા યોજવામાં આવી હતી, આ સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ ચૂકેલા અને વિજેતા બનેલા સ્પર્ધકો એ પણ ભાગ લીધો હતો,

ગુજરાત સરકારના રમત ગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અને ધી સોસાયટી ફોર ફિઝિકલી હેનડીકેપડ અમદાવાદ દ્વારા યોજવામાં આવેલી આ સ્પેશિયલ ખેલ મહાકુંભ ના ઉદઘાટન સમારોહ માં ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન ના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, સ્વિમિંગ ફેડરેશન ના સેક્રેટરી કમલેશભાઈ નાણાવટી, સુગમ્ય ભારત અભિયાન ની ગુજરાત ની સોશિયલ એમ્બેસેડર કલગી રાવલ, પ્રાંત અધિકારી જે. બી. દેસાઈ અને બોડકદેવ ના કોર્પોરેટર દીપ્તિ બેન અમરકોટિયા, એ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવી હતી,


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..