Back

જબુસર ખાતે આત્મીય સ્વચ્છતા અભિયાન યોજાયું



જંબુસર ખાતે આત્મીય સ્વચ્છતા અભિયાન યોજાયું સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા આત્મીય સ્વચ્છતા અભિયાન મા  જંબુસરના રાજમાર્ગો પર સત્સંગી ભાઇ બહેનોએ સફાઇ હાથ ધરી હતી.... ..સરકાર દ્વારા સ્વચ્છ રહો સ્વસ્થ રહો સ્વચ્છતા ત્યાં પ્રભુતા સહિત અનેક શિર્ષકો  હેઠળ સ્વચ્છતા અંગે વખતો વખત કાર્યક્રમો યોજવામાં આવેછે સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ વડોદરા ખાતે આગામી જાન્યુઆરી માસ મા  ઉજવાનારા હોય તેના ઉપક્રમે આત્મીય સ્વચ્છતા અભિયાન આજરોજ જંબુસર ખાતે યોજાયું હતું આ અભિયાન દરેક સેન્ટર પર એક સાથે યોજાયું હતું .વહેલી સવારે સત્સંગી ભાઇ બહેનો ટંકારી ભાગોળ ખાતે એકત્ર થયા અને શહેરના ટંકારી ભાગોળ થઇ સુભાષ મેદાન, સોની ચકલા, કોટ દરવાજા, ઉપલી વાટ ,લીલોતરી બજાર, થઈ ટંકારી ભાગોળે શહેરના રસ્તાઓ સાફ સફાઇ કરતા પરત ફર્યા હતા . જંબુસર ખાતે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા સહીત નગરના અગ્રણીઓ,  નગરપાલિકા સદસ્યો,તથા સત્સંગી ભાઇ બહેનો પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના ભાવ સાથે સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા ...

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..