Back

રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનાં હસ્તે વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરવામાં આવ્યુ

  દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંવિજેતા બનેલા ખેલાડીઓને સન્માનિતકરવામાં આવ્યા હતા. રાજ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા ખેલ મહાકુંભમા વિજેતા બનેલા ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાજ્યભરમાં યોજવામાં આવ્યો હતો ત્યારે દાહોદ જિલ્લાનો કાર્યક્રમ જયદિપસિહજી જીલ્લા રમત સંકુલ દેવગઢ બારીઆ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લાના ૨૨ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા દાહોદના રમતવીરોને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. 

  આ ખેલ મહાકુભ કાર્યક્રમમાં ઉર્વશીદેવીજી, દેવગઢ બારીઆ તાલુકા પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા, ઉપ પ્રમુખ શ્રી કરણસિંહ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી હરેશભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી કીર્તનભાઈ બારીઆ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે તેમનાં ઉદબોધનમા રાજ્ય સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. 

  વાત્સલ્ય ન્યુઝ 

  દેવગઢ બારીઆ