Back

જૂનાગઢમાં ઇફકો અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ઇફકો   દ્વારા નેનો  ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.
આ નેનો ટેકનોલોજી ખેડૂતોને ખાતર ખર્ચમાંથી મુક્ત કરવા તેમજ ઓછો ખર્ચ થાય તે માટે તૈયાર કરવામાં આવી છે.  આ માટે તેમણે ગુજરાતમાં કલોલ ખાતે નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર નો વિકાસ કર્યો છે.
જેમાં તેમણે નેનો પ્રોજેક્ટ ખેડૂતો માટે  મુક્યો છે.
તેમાં નેનો નાઈટ્રોજન,  નેનો ઝીંક,  તેમજ નેનો કોપરની શોધ કરવામાં આવી છે હાલમાં જે રાસાયણિક ખાતરો ખેડૂતો દ્વારા પાક માં  વાવવામાં  આવે છે તે ખૂબ જ મોંઘા હોય તેની સાપેક્ષમાં આ નેનો ટેકનોલોજી સુંદર કામગીરી કરશે તેવું વૈજ્ઞાનિકોનો અભિગમ છે. આ માટે ભારતભરના 11000 ખેડૂતો આ નેનો ટેકનોલોજીના ટ્રાયલ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ત્યારે જૂનાગઢ જિલ્લામાં કુલ ૨૫ જેટલા ખેડૂતોને પસંદ કરી તેમને 500  એમએલ ની  ત્રણ બોટલો તેમજ હેન્ડ ગ્લોઝ અને માસ્ક કીટ આપવામાં આવી હતી.
આ નેનોટેકનોલોજી દરેક પાક ઉપર કામ કરશે તેમાં જૂનાગઢના ફિલ્ડ ઓફિસર મેહુલભાઈ એ ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા આ ટ્રાયલ  એક એકરમાં કે એટલે કે  અઢી વીઘા ઉપર લેવાનું છે પાક.ના પચીસમા દિવસે પ્રથમ નેનો નાઈટ્રોજન, ત્યારબાદ 15 દિવસ પછી   નેનો ઝીંક  , ત્યાર બાદ15 દિવસ પછી નેનો કોપર  નો છંટકાવ કરવો
આ ત્રણેય ફર્ટિલાઇઝર એકસાથે આપવાનું નથી ૧૨૫ લિટર માં 500 એમએલ ભેળવી  દ્રાવણ બનાવવા નું છે   કહ્યું તે પ્રમાણે પાક પર સ્પ્રે કરવાનો છે આમ ખેડૂતો દ્વારા ભારત ભરમાં આટ્રાયલ કામગીરી થઈ રહી  છે.
આ કામગીરી માટે તેઓના ફાર્મ ના લોકેશન અને પાક વિષયક માહિતી ખાસ રિલાયન્સ ફોઉન્ડેશન ના જિલ્લા સંયોજક હરેશભાઇ ગજેરા અને ઇફકોના કે.ડી.કણજારીયા દ્વારા કરવામાં  આવી હતી.
તેમજ આ નેનો ટેકનોલોજી ની કીટ વિતરણ  કુલ 25 ખેડૂતોને તેના ખેતર ઉપર જઈને કિટ  વિતરણ, માર્ગદર્શન અને  સ્પ્રે ડેમોનું નિદર્શન ઇફકોના ફિલ્ડ ઓફિસર મેહુલભાઈ અજુડિયા અને રિલાયન્સ ના પ્રોગ્રામ સપોર્ટર કલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ નેનો ટેકનોલોજી ટ્રાયલ નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો ને  ઓછા ખર્ચે , વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મળી રહે  તેમજ વડાપ્રધાન ના સ્વપ્ન 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ભાગ રૂપે  નો છે .
આ પ્રસંગે પસંદગી પામેલા  , નવી ટેકનોલોજી ને અપનાવવાની ઉત્સુકતા  દર્શાવતા , તેમજ રિલાયન્સ ફોઉન્ડેશન  ની ઈંફોર્મશન  સર્વિસ નો ઉપીયોગ કરતા ખેડૂતો  ખુશ થયા  હતા. 
તેઓ એ પણ આ ટ્રાયલ પુરી ચોકસાઈ  થી કરશે અને જરૂર  જણાય ત્યાં માર્ગદર્શન  મેળવી ને એક એકર ના આ ટ્રાયલ  ની અસર તપાસવા ની તૈયારી બતાવી છે તેમજ ઇફકો, રિલાયન્સ ફાઉન્ડેશન, અને સરકારશ્રીના આ અભિગમને  બિરદાવિયો હતો.
રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ
Mo. 92768 17217