Back

વિજાપુર તાલુકા મથકે નદી રેતી ચોરી અટકાવવા ચેકપોસ્ટ બનાવવા ની તંત્ર ની હલચલ

વિજાપુર તાલુકા મથકે નદી રેતી ચોરી અટકાવવા ચેકપોસ્ટ બનવવા ભૂસ્તર વિભાગ નો નિર્ણય

વિજાપુર તા ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ રવીવાર

સૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

વિજાપુર ના સાબરમતી નદી ના કીનારે આવેલા ગ્રામ્ય વિસ્તારો આગલોડ ગઢડા સંઘપુર સહીત ના મહેસાણા જીલ્લા ને જોડતા સાબરકાંઠા ના ગ્રામ્ય વિસ્તારોમાં નદી ની રેતી ચોરીની વ્યાપક ફરિયાદો ને લઇને ઘણી વખત ભૂસ્તર વિભાગ તેમજ મામલતદાર સહિતે ચોરીને અટકાવવા રેડો કરી છે જેમાં નદી માંથી રેતી ચોરી કરીને લઇ જતા વાહનો ને ઝડપી કરોડો નો દંડ પણ વસુલ કર્યો છે ઘણા રોયલ્ટી પાસ વગર ના વાહનો ને ઝડપી લઇને કેસો પણ બનાવ્યા છે તેમ છતાં પણ રેતી ચોરી નો અટકતો નથી જેના નિવારણ માટે ભૂસ્તર વિભાગે એક ચેકપોસ્ટ ઊભી કરવા નો ગ્રહો ગતિમાન કરવામાંઆવતા ભુમાફિયા ઓ માં ચહલ પહલ જોવા મળી રહી છે હાલ માં ચેકપોસ્ટ બનાવવા માટે કઈ જગ્યા અનુકુળ રહેશે તે માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં આશ્રમ ચોકડી કે ભાણપુર કે પછી અન્ય કોઇ જગ્યા કે જ્યાં થી રેતી માટે વધુ દોડાદોડ કરતા વાહનો હોય તેવી જગ્યા નુ નિરીક્ષણ કરવામાં આવશે તે પછી જ ચેકપોસ્ટ બનાવવા નો નિર્ણય લેવામાં આવશે તેવી જાણકાર સુત્રો પાસેથી જાણકારી મળી છે હાલ ચેકપોસ્ટ બનાવવા ને લઇને ભુ માફિયા માં ભારે હલચલ મચી જવા પામી છે

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..