Back

ભેસાણ તાલુકાના ચુડા ખાતે જીજીઆરસી તથા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત સભા યોજાઈ

જૂનાગઢ : ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે વિવિધ સિંચાઇ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ટપક સિંચાઈ પદ્ધતિ એ ખૂબ જ કારગત નીવડી છે માનનીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ નીચે જીજીઆરસી ની સ્થાપના થઈ અને આ કંપની દ્વારા ખેડૂતો સુધી પદ્ધતિ ના લાભાલાભ અને ટપક પદ્ધતિ  ની સિચાઈ નો ઉપયોગ કરી પર ડ્રોપ મોર ક્રોપ  ના સૂત્રને સાકાર કરવા માટે  જીજીઆરસી ગામડે ગામડે ખેડૂતોને ખેડૂત સભા કરીને તેના લાભાલાભ અને સરકારી યોજના વિશે તેમજ સબસીડી વિશે ની માહિતી આપે છે અને વધુમાં વધુ ખેડૂતો આજ ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરી પાણીની બચત કરે સાથે સાથે જરૂરિયાત પૂરતું જ પાણી વપરાવા થી ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને પ્રવાહી ખાતરો પણ આમના દ્વારા  આપી શકાય છે જેથી ડ્રિપ એરીગેશન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે સાથે સાથે હાલ સૌરાષ્ટ્રના બગસરા વિસાવદર ભેંસાણ વગેરે પંથકમાં માનવભક્ષી દીપડાનો ભય ફેલાયો હોય ત્યારે આ ટપક સિંચાઈ પદ્ધતિ તેમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

આ સંદર્ભે ખાસ ભેસાણ તાલુકાના ચુડા અને  ખંભાળિયા ગામમાં રાણી પ્રાણીઓનો ભય હોય જેથી આ ખેડૂત સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે   રિલાયન્સ ફાઉન્ડેશનના કલ્પેશભાઈ પંડ્યા દ્વારા  આધુનિક યુગમાં ઈંફોર્મશન ટેકનોલોજીનો ઉપયોગ ફરજિયાત છે , કૃષિ ક્રાંતિ માટે ખેડૂતોએ અપડેટ થવું પડશે  અને તે કામ રિલાયન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે  માત્ર એક હેલ્પ લાઇન નંબર 18004198800 ટોલ ફ્રી  ઉપર ફોન કરી જરૂરી માર્ગદર્શન  ખેડૂતોની ખેતી વિસયક  સમસ્યાથી બહાર આવવાનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મડી રહે છે  જે આધુનિક યુગમાટે  જરૂરી અને આવશ્યક  છે.
આ સાથે જીજીઆરસીના ઓફિસર સન્ની જાનીએ ડ્રિપ ઇરીગેશનના ફાયદા જણાવતા જણાવ્યું કે રાત વાસુ જવું પડતું નથી રાત્રે પાણી વાળવામાં બે-ત્રણ કલાકમાં વાલ ચાલુ કરી આપવાથી થઈ જાય છે.

ખેડૂતને ખેતરમાં ફરવું પડતું નથી જેથી પ્રાણી પ્રાણીઓના ભયથી તેઓ મુક્ત થઈ શકે છે આ આશયથી પણ ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન અપનાવવું જોઈએ માનનીય વડાપ્રધાન  2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો સંકલ્પ કર્યો છે.

ત્યારે તેને સાકાર કરવા માટે પણ આ ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગી નીવડે છે હાલ જીજીઆરસી દ્વારા મોટી સંખ્યામાં આ કામગીરી થઇ રહી છે.   

જેમાં વિવિધ સભાઓમાં ખેડૂતોને માર્ગદર્શિત કરાઈ રહ્યા છે અને સરકારી યોજનાઓ તથા સબસીડી ના લાભાલાભ ની માહિતી અપાઈ રહી છે.
આ બાબતે ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે ડ્રિપ એરીગેશન થી તેમને ઘણો ફાયદો થયો છેસાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશનના ટોલ ફ્રી નંબર ખૂબ ઉપયોગી છે સાથે સાથે યુ ટ્યુબ લાઇવ , મોબાઈલ કોન્ફરન્સ વગેરે દ્વારા માર્ગદર્શન સરળ રીતે મળી રહે છે.

રિલાયન્સ, જીજીઆરસી અને  સરકારશ્રીના આ પ્રયાસને તેઓ બિરદાવે છે.

આ ખેડૂત તાલીમ સીબીર માં જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકાના ચુડા ગામના 150 ખેડૂતો તેમજ રાત્રી સભામાં ખંભાળિયા ગામના 125 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિના કોરાટ સાહેબ , જીજીઆરસી  વડોદરાના પીઠીયાસહેબ , જીજીઆરસી જૂનાગઢના સન્ની જાની સાહેબ અને રિલાયન્સ ફાઉન્ડેશન  જૂનાગઢના પ્રતિનિધિ કલ્પેશ પંડ્યાએ ખેડૂત શીબીરને માર્ગદર્શીત કરી હતી .

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218