Back

વાલીયાના ડહેલી ગામે જુગાર રમતા 5 જુગારિયો ઝડપાયા

 

   ભરૂચ જીલ્લાના  વાલિયા તાલુકા  ના ડહેલી ગામે કીમ નદી કિનારે જુગાર રમતાં જુગારિયાઓ પૈકી 5 જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં .

જ્યારે બીજા જુગારિયા પોલીસને ચકમો આપી નાસી છુટ્યાં હતાં જુગારિયાઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા તેમજ બે મોબાઇલ મળી કુલ 18 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર , વાલિયા તાલુકામાં આવેલાં ડહેલી ગામે કિમ નદીના કિનારે આવેલાં પીપરીના વૃક્ષ નીચે કેટલાંક શબ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમીના આધારે વાલિયા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો .


રીપોર્ટર સતીષભાઇ દેશમુખ,વાલીયા

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..