Back

નેત્રંગ : આત્મીય સ્વચ્છતા અભિયાન યોજાયું.


ભક્તિસ્વામી,હરિભક્તોએ સરકારી ઇમારતો અને ગામમા સાફસફાઇ કરી.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

  ભરૂચ-નમૅદા જીલ્લામાં વસવાટ હરિભક્તો અને આત્મીય સમાજના આસ્થાના કેન્દ્ર સમાન સ્વામીનારાયણ મંદિર અને યોગી ડિવાઇન સોસાયટી સોખડા દ્વારા લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ સહિત આત્મીય યુવા મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વહેલી સવારેથી સ્વામીનારાયણ મંદિરથી એસકે પટેલ પાકૅ,નેત્રંગ ચારરસ્તા,સામુહિક આરોગ્ય કેન્દ્ર,તાલુકા સેવાસદન,તા.પંચાયત અને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં સહિત સંગ્રહ ગામમાં ઠેર-ઠેર સાફસફાઇ કરવામાં આવી હતી,દુષિત કચરાને સળગાવીને ટ્રેક્ટરમાં ભરીને ગામની બહાર નાખવામાં આવ્યો હતો,અને ગામના રહીશોને જાહેર સ્થળો ઉપર ગંદકી ફેલાવવા અને કચરો નહીં નાખવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે હરિધામ નેત્રંગ ના  પૂ.ભક્તિવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે,સમાજ જીવનમાં લોકો વચ્ચે પરસ્પર આત્મીયનો સબંધ જળવાઇ અને સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ સહિત દિવ્ય અને ભવ્ય આત્મીય મહોત્સવના ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ હરિભક્તો અનેે ગ્રામજનો જોડાયા છે ,જે આનંદની બાબત છે,જ્યારે નેત્રંગ ગામના ઇતિહાસમાં ખુબ જ મોટાપાયે સ્વચ્છતાનો આજરોજ કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારની પ્રજામાં પ્રેરણાદાયી આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું,જેમાં પુજ્ય ભક્તિવલ્લભ સ્વામી,પૂજ્ય પ્રભુદર્શન સ્વામી એન યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ,મોહસીન પઠાણ,જયેશ વસાવા,સ્નેહલ પટેલ,મહેન્દ્ર મકવાણા સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..