Back

સુરત:દારૂ પીધેલ હાલતમાં સ્કૂલ બસ ચલાવતા ડ્રાઇવરની ધરપકડ

પ્રાપ્ત માહિતિ મુજબ દારૂ પીધેલ હાલતમાં સ્કુલ બસ ચલાવતા ડ્રાઇવરની યુનિક હોસ્પિટલ સામેની ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી.

           તારિખ ૧૪/૧૨/૨૦૧૯ ના બપોરના સમયમાં પૂરઝડપે સ્કુલબસ હંકારી રહેલા ઉમરા એરિયામાં આવેલ  સ્કૂલનો ડ્રાઇવર દિલીપ ગુલાલ ગામી(ઉ.૩૫)નિ ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી.દિલીપ પુરઝડપે સ્કૂલ બસ ચલાવી અને વારંવાર હોન મારી રહ્યો હતો.તેનાથી તેની આગળ ચાલતી કાર ઉભી રાખી અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો અને રકઝક થઇ હતી.અને રકઝક થતાં ડ્રાઇવર દિલીપના મોંમાંથી દારૂની દુર્ગંધ આવતા કારચાલકે ૧૦૦ નંબર ઉપર  ફોન કરી જાણ કરી હતી.થોડી વારમાં ખટોદરા પી.સી.આર વાન આવતા દિલીપની અટક કરી દારૂ પીધેલા નો ગુનો નોંધિ અને તેના વિશે આગળની કાર્યવાહી કરી હતી. શુ સ્કૂલના ભરોસા પર આપણા બાળકોને છોડવા યોગ્યછે.શુ સ્કૂલના પ્રિન્સિપાલો ડ્રાઈવરો અને કંડક્ટરોને પૂરતી માહિતી રાખે છે? તે પણ એક વિચારવાનો પ્રશ્ન છે