Back

હળવદના માથક રોડપર પ્રેમી પંખીડાઓએ સજોડે કર્યો આપધાત ??

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ


હળવદના માથક રોડપર પ્રેમી પંખીડાઓએ સજોડે કર્યો આપધાત ??

હળવદ તાલુકાના માથક રોડપર આજે અજાણ્યા પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી આપધાત કરી લેવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડયા હતાં જ્યારે ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે લાશનો કબજો લઈને પીએમ અર્થે ખસેડી ઓળખની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઘટનાસ્થળે જઈને આગળની તપાસ શરૂ કરી છે આજે પરિણીત પ્રેમી પંખીડા ઓએ આપઘાત કરવા માટે પહેલા કોઇ ઝેરી પદાર્થ પીધા બાદ ગામની સીમમાં સજોડે ગળાફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ ની ગામના લોકોને જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મુતક પરણિતાનું નામ રીના બહેન અને યુવકનું નામ અશોકભાઈ હોવાનું જાણવા મળ્યું છે બંને પરણિત છે અને બંને સંતાનો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે હાલ હળવદ પોલીસે સ્થળ પર પહોંચીને મૂર્ત દેહને pm માટે સરકારી હોસ્પિટલ હળવદ ખાતે લાશને ખસેડવામાં આવી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..