Back

ગુજરાત પોલીસને અદ્વિતીય નિશાન પ્રદાન થતાં, તે અંગેનો સમારોહ જૂનાગઢ ખાતે યોજાયો

 જૂનાગઢ : આ ઉત્સવમાં ભાગીદાર થવા માટે દરેક જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ અને સ્ટાફના માણસો તેમજ આગેવાનો ગયેલ હોય અને જે જે પોલીસ અધિકારીઓ તથા જવાનો જિલ્લામાં તથા પોતાના પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હોય અને જેઓ આ સમારોહમાં સામેલ થવા ઇચ્છતા હોય તે તમામ માટે જિલ્લા કક્ષા તથા પોલીસ સ્ટેશન કક્ષાએ કે.યુ.બેન્ડ દ્વારા આ સમારોહ કાર્યક્રમ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા જૂનાગઢ ખાતે જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘ દ્વારા કરવામાં આવી હતી.

તેમજ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈ. કે.કે.ઝાલા, પીએસઆઈ જે.પી.ગોસાઈ, વી.કે.ઊંજીયા, હિતેન્દ્રસિંહ વાઢેર તથા પોલીસ સ્ટાફ તેમજ પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ સ્ટાફ માટે તેમજ પોલીસ અધિકારીઓ માટે પોલીસ ભવન જુનાગઢ કોન્ફરન્સ રૂમમાં કે.યુ.બેંન્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરી અને આ સમારોહ કાર્યક્રમને નિહાળવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન, બી ડિવિઝન, વંથલી, કેશોદ, માળીયા, ચોરવાડ, સહિતના દરેક પોલીસ સ્ટેશનમાં પણ આ વ્યવસ્થા કરી તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. 

જે કાર્યક્રમને નિહાળી તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના જવાનો આ સમારોહના સાક્ષી બન્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17217