Back

સાવરકુંડલા રૂરલ પોલીસે વિદેસી દારૂ પકડી પાડ્યો


*સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના લુવારા ગામેથી પ્રોહી બુટલેગર્સ અશોક જયતા બોરીચા નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ કીં.રૂ. ૭,૦૪,૯૪૦/- નો મુદ્દામાલ પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ*

​ 

*અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* દ્વારા જિલ્લામાં પ્રોહી-જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે  અંગે જરૂરી સુચના તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચોધરી સાહેબ,  સાવરકુંડલા વિભાગ તથા સી.પી.આઈ. શ્રી જે.ડી.ઝાલા સાહેબ, ધારી સર્કલ* નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા: ૧૫/૧૨/૨૦૧૯ ના રોજ *સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા સા.* ના ઓને બાતમી રાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. માં વિસ્તારમાં લુવારા ગામે પ્રોહી બુટલેગર્સ અશોક જયતા બોરીચા તેના માણસો સાથે ફોર વ્હીલ વાહનમાં વિદેશી દારૂ લાવી હેરફેર કરવાના હોય, તેવી ચોક્કસ હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ સાવર કુંડલા રૂરલ પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા સા. તથા પો.સબ.ઇન્સ. શ્રી જી.જી. જાડેજા સા. તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીઓને ભારતીય બનાવટના વિદેશ દારૂના જથ્થા સાથે પકડી પાડેલ છે. 


*પકડાયેલ આરોપી*

1⃣ બલસિંગ જયતાભાઈ બોરીચા રહે. લુવરા, તા. સાવરકુંડલા, જી. અમરેલી.

2⃣ નાજાભાઈ વાઘાભાઈ વાળા રહે. મેરીયાણા, તા. સાવરકુંડલા, જી. અમરેલી.

*પકડવાનો બાકી આરોપી*

3⃣ અશોક જયતભાઈ બોરીચા રહે. લુવારા, તા. સાવરકુંડલા, જી. અમરેલી.


 **પકડાયેલ મુદ્દામાલની વિગત*

રેઇડ દરમ્યાન ભારતીય બાનાવટનો વિદેશી દારૂ

૧) ઇમ્પીરિયલ બ્લુ વિસ્કી બોટલ નંગ- ૧૯૨ કીં.રૂા. ૬૯,૧૨૦/- તથા

૨) રૉયલ ચેલેન્જ વિસ્કી બોટલ નંગ- ૧૯૧ કીં.રૂ. ૯૯,૩૨૦/- તથા

૩) મેકડૉવેલ્સ નં. ૧ સુપર વિસ્કી બોટલ નંગ- ૮૪ કીં.રૂ. ૩૧,૫૦૦/-


*કુલ બોટલ નંગ- ૪૬૭ કુલ કીં.રૂ. ૧,૯૯,૯૪૦/-* નો મુદ્દામાલ તથા ફોર્ડ કંપની ની ઇકોસ્પોર્ટ ફોરવ્હીલ ગાડી કીં.રૂ. ૫,૦૦૦૦/- તથા મોબાઈલ નંગ- ૧, મળી કુલ *કીં. રૂ. ૭,૦૪,૯૪૦/-* ના પ્રોહી મુદામાલ સાથે બે આરોપીઓ ને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે. અને ઉપરોક્ત આરોપીઓ વિરુધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

 *આમ, ઉપરોક્ત કામગીરી માં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા સા. તથા પો.સબ.ઇન્સ. શ્રી જી.જી. જાડેજા સા. તેમજ ASI દેવેન્દ્રદાસ ડી.ગોંડલીયા તેમજ ASI વીજયભાઈ વણજર, HC વિજયભાઈ રાઠોડ, HC કનાભાઈ સાંખટ, HC રમેશભાઈ મારુ, HC દિલીપભાઈ તેરૈયા, PC રામદેવસિંહ સરવૈયા, PC રાજેન્દ્રસિંહ વાઘેલા, PC હરપાલસિંહ સરવૈયા, PC નાગભાઈ કીકર એ રીતેના પો.સ્ટાફના માણસો એ કામગીરી કરેલ છે. અને વિદેશી દારૂ પકડી પાડવામાં સફળતા મળેલ છે.*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..