Back

આહવા ના નહેરુ યુવા કેન્દ્ર ખાતે શૂટિંગ બોલ સ્પર્ધાનો પ્રારંભ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ કરાવ્યું

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

નેહરૂ યુવા કેન્દ્ર ડાંગ આયોજીત જિલ્લા સ્તરીય શુટીંગ બોલ સ્પર્ધાનો મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ પ્રારંભ કરાવ્યો.

ડાંગ.આહવાઃ તાઃ ૧૪ઃ ડાંગ જિલ્લા નેહરૂ યુવા કેન્દ્ર (ભારત સરકાર) ડાંગ દ્વારા હેત યુવક મંડળ,આહવાના સહયોગથી આજરોજ રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) ના વરદ્‍ હસ્તે જિલ્લા સ્તરીય શુટીંગ બોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

દીપ પ્રાગટય કરી યુવાનોને પ્રેરણા આપતા મંત્રીશ્રી કાનાણીએ યુવા ખેલાડીઓમાં ઉત્સાહ વધે તે માટે શુભકામના પાઠવી હતી. નેહરૂ યુવા કેન્દ્રની કામગીરીની જાણકારી જિલ્લા યુવા સંયોજક શ્રી અનુપ ઈંગોલેએ આપી હતી. તાલુકા સ્તરીય સ્પર્ધાઓ પૂર્ણ કરી હવે જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ શરૂ કરવામા઼ આવી હોવાનું પણ જણાવ્યું હતું. વોલીબોલની સાથે ટેબલ ટેનીશ રમતનું પણ નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી,માજી પ્રમુખ શ્રી બાબુરાવભાઈ ચૌર્યા,માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારી શ્રી કાજલબેન ગામીત સહિત યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..