Back

સાધલી ખાતે યોગી ડીવાઇન સોસાયટીના હરિભક્તો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદીના સૂત્ર સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવામાટે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો.

શિનોર તાલુકાના ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો...

સરકાર દ્વારા સ્વચ્છ રહો સ્વસ્થ રહો સ્વચ્છતા ત્યાં પ્રભુતા સહિત અનેક શિર્ષકો  હેઠળ સ્વચ્છતા અંતર્ગત સમયાંતરે કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવની વડોદરા ખાતે આગામી જાન્યુઆરી માસમાં  ઉજવણી થનાર હોય તે ઉપક્રમે આત્મીય સ્વચ્છતા અભિયાન રવિવારના રોજ સાધલી ખાતે યોજાયું હતું. 


સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ શિનોર તાલુકાના દરેક સેન્ટર પર એક સાથે યોજાયો હતો .વહેલી સવારે સાધલી નગરના સત્સંગી ભાઇ - બહેનોએ સાધલી બસ સ્ટેન્ડ ખાતે એકત્ર થઇ સાધલી નગરના માર્ગોની સાફ સફાઇ કરી પરત ફર્યા હતા. સાધલી ખાતે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં નગરના અગ્રણીઓ કિરણભાઇ પ્રજાપતિ, સંજયભાઇ પટેલ, સુનિલભાઇ પટેલ,એડવોકેટ પર્વતભાઇ કુસ્વાહા સહિત સત્સંગી ભાઇ બહેનો પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના ભાવ સાથે સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા...


ફૈજ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..