Back

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે પંચમહોત્સવ ના ભાગરૂપે સાયકલોથન યોજાઈ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


પંચમહાલ જિલ્લાવાસીઓ ને ઉત્સુકતા જગાડનાર પંચ મહોત્સવ નો પ્રારંભ 25 ડિસેમ્બર થી  થઈ રહ્યો છે.જે ને લઈ  વહીવટીતંત્ર પણ તડામાર તૈયારીમાં પડ્યું છે જે અંતર્ગત પાવાગઢ ધોબી કુવા થી  વડા તળાવ પંચમહોત્સવ સ્થળ સુધી  આજે સાયકલોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આજે રવિવાર ના રોજ સવારે યોજાયેલ સાયકલોથોન સ્પર્ધા સહેલી સેવા ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે  પાવાગઢ  ધોબીકુવા થી દર વર્ષે થતાં પંચમહોત્સવ ની જગ્યા સુધી સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના  કલેકટર અમિત અરોરા દ્વારા આ સાયકલોથોન રેલીને ફ્લેગ ઓફ કરી શરુઆત કરાવી હતી જેમાં હાલોલ પ્રાંત અધિકારી એ કે ગૌતમ હાલોલ મામલતદાર  એસ એન કટાર સહિત  હાલોલ, પાવાગઢ ગામ ના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

   સહેલી સેવા ટ્રસ્ટ સંચાલિત વર્કિંગ વુમન એશોશીયેશન ની બહેનો તથા નાલંદા વિદ્યાલય ઘોઘંબા, ગર્લ્સ સ્કૂલ હાલોલ,વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ પાવાગઢ,પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલ પાવાગઢ,  વી.એમ.કોલેજ હાલોલની યુવતીઓ તથા સહેલીની બહેનો સહિત 200 ઉપરાંત  ભાગ લીધો હતો.

   આગામી 25 ડિસેમ્બર થી શરૂ થઈ રહેલા  પંચમહોત્સવ ને લઈને જિલ્લાવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે  આ પંચ મહોત્સવ દર વર્ષે યોજાય છે અને જેમાં ટેન્ટ સીટી તેમજ એડવેન્ચર સ્પોર્ટ સહિતની મનોરંજન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે એક તરફ પાવાગઢ અને તેના પૌરાણિક સ્થાપત્યો ચાપાનેર આવેલા હોવાથી અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.

    તેમજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ છે જેથી દેશ, વિદેશમાંથી પણ પ્રવાસીઓ  મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે.

    સાયકલ રેલી ધોબીકુવા થી નીકળી પાવાગઢ ની કુદરતી મહોલનો લ્હાવો લેતા તેમજ હેરિટેજ સાઇટ ના સાનિધ્ય માં થઇ નિર્ધારિત પંચમહોત્સવ ની જગ્યા પર પહોંચી પરત ધોબીકુવા આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..