Back

લગ્ન માં સાસરી પક્ષે નહીં બોલાવતા વિજાપુર ની મહીલા એ સાસરી પક્ષ ના પતિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ

લગ્ન માં સાસરિયા એ નહીં બોલાવતા વિજાપુર ની મહિલાએ ઉંઘ ગોળી ખાઇને મરવા નો પ્રયાસ


પોલીસ માં સાસરિયા પક્ષ ના ચાર સામે મહિલા એ ફરીયાદ નોંધાવી

વિજાપુર તા ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ રવીવાર

સૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

વિજાપુર ની મહિલા ને સાસરી પક્ષે લગ્ન પ્રસંગ માં નહીં બોલાવતા ઉંઘ ની ઘોળી ખાઇ લેતા ભારે ગંભીર હાલત માં મુકાઇ જતા તાત્કાલીક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં બીજા દિવસે ભાન આવતા સાસરી પક્ષ ના પતિ સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી હતી આ અંગે ની સૂત્રો ના જણાવ્યા મુજબ શહેર ના તિરુપતિ પાર્ક સોસાયટી માં રહેતા હિમાનીબેન ના લગ્ન વિસનગર નિવાસી સુમિત પ્રકાશ ભાઇ (ચોકસી) સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા મહિલા એ કરેલ આક્ષેપ મુજબ પોતાના પતિના અન્ય મહિલા સાથે આડ સબન્ધ ના ભરપુર ત્રાસ આપવા માં આવતો હતો જેના કારણે તે પોતાના પિયર આવી ગઈ હતી માતાપિતા એ સમજાવી ને સાસરી માં પણ મુકવા ગયા હતા પરંતુ સાસરિયાં ઓ એ રાખવા નો ઇન્કાર કરવા માં આવ્યો હતો અને નજીકમાં જ પોતાના જેઠ ના ત્યાં લગ્ન દરમ્યાન કોઈ તેડવા નહી આવતા લાગી આવતા ઊંઘ ની ગોળી ઓ ખાઈ લેતા મહીલાગંભીર હાલત માં મુકાઇ જતા સારવાર માટે તાત્કાલીક દવાખાને દાખલ કરવામાં આવતા મહિલા ની હાલત સુધરી હતી બીજા દીવસે ભાન માં આવેલી મહીલાએ પોલીસ મથકે પતિ સુમિત પ્રકાશ ભાઇ પટેલ પ્રકાશ ભાઈ છગન ભાઇ પટેલ ભગવતી બેન પ્રકાશ ભાઇ પટેલ નટવરભાઈ છગનલાલ પટેલ કમલેશભાઈ છગન ભાઇ પટેલ સહીત પાંચ સામે ફરીયાદ નોંધાવી હતી

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..