Back

આમલેથા પો.સ્ટે.પાસેજ પુરપાટ જતી હાઈવા ટ્રકે ૧૧ ને અડફેટે લીધા, એક નું મોત

આમલેથા પો.સ્ટે.પાસેજ પુરપાટ જતી હાઈવા ટ્રકે ૧૧ ને અડફેટે લીધા, એક નું મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકા ના આમલેથા પો.સ્ટે.ની નજીક માં જ પુરપાટ જતી હાઈવા ટ્રકે માર્ગ ની સાઈડ માં ઉભેલા વ્યક્તિઓ ને અડફ્ટ માં લેતા એક નું મોત થયુ હતો જ્યારે ૧૦ ને ઇજાઓ થતા સારવાર માટે ખસેડયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસ સ્ટેશન પાસે જ હાઇવા ટ્રક નં GJ-05-BZ-0681 ના ચાલકે પોતાના કબજા ની ટ્રક પુર ઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી ટ્રેકટર નં MFS 391 સાથે અથાડી રોડની બાજુમાં ઉભેલા ૧૦લોકો સાથે અથાડી ઇજાઓ કરી હતી જેમાં વનીતાબેન રસીયાભાઇ વસાવા રહે. પ્રતાપપરા તા.નાંદોદ જી.નર્મદા ને માથામાં ગંભીર પહોચાડી મોત નિપજાવ્યુ હતું તથા ફરિયાદ આપનાર કિશનભાઇ વિરાચંન્દ્ર રાઠોડ ઉ.વ ૨૨ રહે.ધારીખેડા સુગર તથા બીજા ૯ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચાડી ગુનો કરતા કિશન રાઠોડ ની ફરિયાદ લઇ આમલેથા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સુરત થી બોડેલી રેતી ભરવા આવતી હાઈવા ટ્રકો બેફામ જતી હોય વારંવાર અકસ્માતો કરી કેટલાય ના જીવ જોખમ માં મુકાયા છે ત્યારે પોલીસે આ ટ્રકો પર લગામ લગાવવી જરૂરી થઈ પડી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..