Back

રાજકોટમાં કોર્પોરેશનના પમ્પીંગ સ્ટેશનના પાણીના ટાંકાની છત ધડાકાભેર તૂટતાં ગભરાટ

કાલાવડ રોડ ઉપર આત્મીય કોલેજ પાસે કોર્પોરેશનના પાણી વિતરણનાં પમ્પીંગ સ્ટેશનના પાણીના ટાંકાની છત અચાનક ધડાકાભેર તૂટી પડતા ફાયરબ્રિગેડ સ્ટાફ સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા એન્જીનીયર કામલીયા ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઘટના સ્થળે પહોંચેલા મ્યુનિ. કમીશનર અગ્રવાલ તથા સીટી એન્જીનીયર કામલીયાએ જણાવેલ કે ટાંકાનું બાંધકામ આશરે ૪૦ વર્ષ જુનુ હોવાથી તૂટી પડેલ છે. છતનો ભાગ ટાંકામાં જ તૂટી પડતા કોઇ જાનહાની થયેલ નથી. પાણી વિતરણ દ્વારા ટાંકો તુરંત ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. હવે ટાંકો ફરીથી ચાલુ કરવો કે નવો બનાવવો તે અંગે હવે પછી નિર્ણય જાહેર કરાશે.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..