Back

રાજકોટમાંથી નકલી ચલણી નોટ સાથે બે સખશ દબોચાયા

100 ના દરની 540 નોટ કબ્જે : ત્રીજા આરોપીની શોધખોળ

રાજકોટ : રાજકોટના કોઠારીયા રોડ પરથી આજીડેમ પોલીસ ટીમે નકલી નોટ સાથે બે શખ્શોને ઝડપી લઇને તેની પાસેથી 100ના દરની 540 નોટ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખોટી ચલણી નોટ છાપીને વટવાના આરોપમાં અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા ( ઉ,વ, 23 ) ( રહે, જાંજમેર તા,ધોરાજી ) અને રાજ રામકૃપાભાઇ જયસવાલ (ઉ,વ, 23 )  ( રહે, નમ્રતા પાર્ક,ચાણક્ય સ્કૂલ પાસે જગદીશ શો રમ પાછળ જેતપુર ) ને ઝડપી લઈને 100ના દરની 540 નોટ કબ્જે કરી છે જયારે ત્રીજો આરોપી કપિલ ઉર્ફે ટીનો બાવાજી ( રહે,ધોરાજી )ની શોધખોળ હાથ ધરી છે

 
 

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..