Back

રાજકોટના કાગદડી પાસે ટ્રાવેલ્સની બસે બાઇકને હડફેટે લેતા એકનું મૃત્યુ

રાજકોટ : કુવાડવા રોડ પર કાગદડી ગામપાસે ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇકને ઉલાળતા પોપટપરાના પરપ્રાંતિય  યુવાનનુ મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ મૂળ યુ.પી. મથુરાનો વતની હાલમાં રાજકોટ પોપટપરા શેરી નં.૧પ મા રહેતો હરેન્દ્ર ચરણસિંગ ઠાકુર (ઉ.રર) સવારે પોતાનુ બાઇક નં. જીજે૩-જેકે ૮૯૦૪ લઇને મોરબી જતા હતો ત્યારે કાગદડી ગામ પાસે રોડનુ કામ ચાલુ હોવાથી તેથી ડાઇવર્ઝન પરથી  સામેથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ નં. જીજે૩એડબલ્યુ - ૯૮૭૭ ની બસના ચાલકે બાઇકને હડફેટે લેતા  યુવાન ફંગોળાઇ ગયો હતો.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ચાલક બસ રેઢી મુકી નાસી ગયો હતો. યુવાનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને રાઇટર હેમતભાઇએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

 

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..