Back

રાજકોટમાં છૂટાછેડા બાદ માવતરના ઘરે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત: અરેરાટી

રાજકોટઃ ૮૦ ફુટ  રોડ પર  રાજાવીર ચોક પાસે ખોડીયાર પરામાં માવતરના ઘરે રહેતી પૂજા ઉર્ફે પૂનમ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.ર૦) એ રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો. કોઇએ જાણ કરતા ૧૦૮ ના ઇએમટી દિવ્યાબેન બારડ અને પૃથ્વીરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયુ હોવાનુ જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જાદવએ પ્રાથમિક કાગળો કર્યા હતા જેની તપાસ પીએસઆઇ એ.એલ. બારસીયા તથા પૃથ્વીરાજસિંહએ હાથ ધરી છે. મૃતક પુજા ઉર્ફે પૂનમના પિતા પ્રવિણભાઇ સોલંકી મજુરીકામ કરે છે. છુટાછેડા થયા બાદ પુજા માવતરના ઘરે રહેતી હતી.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..