Back

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂની ૧ર બોટલ સાથે 1 ઝડપાયો

રાજકોટઃ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક શખસ દારુના જથ્થા સાથે નિકળવાનો હોવાની  બાતમીના આધારે બીડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ એન.જે. જાડેજા તથા રાજદિપસિંહ ઝાલા સહિત ગ્રીનલેન્ડ ચોકડી નજીક વોચમા ગોઠવાયા હતા.

ત્યારે જીથરીયા પીરની દરગાહ પાસેથી જીજે૩ડીકયુ- ૪૩૮૭ નંબરના એકસેસમાંથી  દારૂની ૧ર બોટલ સાથે મનીષ પરબતભાઇ હેરમા (ઉ.૩૩) ગ્રીનલેન્ડ ચોકડી, વાળાને પકડી લીધો હતો જયારે મનીષની કબૂલાત પરથી ધવલ કીશોર વાઢેરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..