Back

માંડવી ડૉ.આંબેડકર કુમાર છાત્રાલયના વિધાર્થીઓને સ્કુલ ફી, પુસ્તકો, યુનિફોર્મ માટે રોકડ રકમની સાહય આપતી બિદડા મહેશ્વરી સમાજ સમુહ લગ્ન સમિતિ

માંડવી કચ્છ- માંડવી તાલુકાના બિદડા ગામ ના આજરોજ  ડૉ . આંબેડકર નગર મહેશ્વરી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્રારા માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલ ડૉ . બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય માં રહીને માંડવી મુકામે વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં મેઘવાળ સમાજના ગરીબ પરિવારો ના કુલ્લ ૧૨ ( બાર ) વિધ્યાર્થીઓને બિદડા આંબેડકર નગર સમિતિ તરફથી રૂ . ૧૧૭૦૦ / - અગિયાર હજાર સાતસો ની સહાય સ્કુલ ફી . પુસ્તકો . યુનિફોર્મ વગેરે માટે સમિતિ ના અધ્યક્ષ નારાણ વિંઝોડા . મહામંત્રી રવજીભાઈ વિંઝોડા . સહમંત્રી હરજીભાઈ વિંઝોડા . ખજાનચી ચાંપશીભાઈ માતંગ . કારોબારી સભ્યશ્રી નવિનભાઈ વિંઝોડા ના હસ્તે આપવામાં આવી હતી આ પ્રસંગે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ ના અધ્યક્ષ શ્રી વાલજીભાઈ બગડા તેમજ સામાજીક કાર્યકર વિનોદભાઈ બળિયા ઊપસ્થિત રહ્યા હતા . પ્રાસંગિક માં નારાણ વિંઝોડા તેમજ વાલજીભાઈ બગડા એ શિક્ષણ થકી જ સમાજ નો વિકાસ થાશે માટે ભણીગણી મેઘવાળ સમાજ નું નામ રોશન કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતુ . તેમજ વ્યસન મુક્ત અંધશ્રધ્ધા મુક્ત સમાજ ના નિર્માણ માટે યુવાનો આગળ આવી ને સમાજ સેવા કરવા માટે અનુરોધ કર્યું હતું . કાર્યક્રમ નું સંચાલન તેમજ આભાર વિધિ વિનોદભાઈ બળિયા એ કરી હતી

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..