Back

કાલોલ માં ટ્રાફિક ને અડચણરૂપ ચાર લારીવાળા વિરુદ્ધ પોલીસ ની લાલ આંખ

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




કાલોલ નગરમાં જેમતેમ લારીઓ ગોઠવી રાહદારીઓ અને વાહન ચાલકો ને અવરજવર માં ભારે વિક્ષેપ કરવાની દરરોજ ની ઘટનાઓ બની રહી હોઈબઘણી વાર રાહદારીઓ અને લારીવાળા વચ્ચે ઝગડા પણ થવાના બનાવો બન્યા હતા.  કાલોલ પોલીસે રવિવારે રોડ વચ્ચે ઉભા રહીને પોતાની લારીઓ ગોઠવી ટ્રાફિક ને પ્રભાવિત કરતા બસસ્ટેન્ડ વિસ્તાર ના નવા દરવાજા પાસે ના (૧) દીપકભાઈ જયંતીભાઈ રાણા (૨)અશોકભાઈ સતિષભાઇ બારીયા (૩) મનોજભાઈ નાનાભાઈ રાણા (૪) અશફાક રજાક જીવા ની લારીઓ કબજે કરી તમામ વિરુદ્ધ ઈ. પી.કો. કલમ ૨૮૩ મુજબ નો ગૂનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરતા કાલોલ નગર માં રસ્તા ઉપર વેપલો કરતા, રાહદારીઓ ને તકલીફ પહોંચાડનારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..