Back

સરદાર સાહેબની પુણ્યતીથિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો શ્રધ્ધાંજલી, પ્રાર્થનાસભા કાર્યક્રમ

સરદાર સાહેબની પુણ્યતીથિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો શ્રધ્ધાંજલી, પ્રાર્થનાસભા કાર્યક્રમ


“ ફૌલાદ થા જિનકા સિના, હૈ દેશકા એક વો નગીના, ઇતિહાસમે નજરે ડાલો, સરદાર સા કોઇ કહી ના”
“ જિન્હે લોહ પુરૂષ નામ સે સારી દુનિયા જાને, હમ સબ સરદારકો માને-દુનિયા સરદારકો માને, અબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સે દુનિયા જિનકો”

મંત્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોએ દેશની વિરાટ પ્રતિભાની વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં સરદાર સાહેબને આપી શ્રધ્ધાંજલિ


રાજપીપલા : જુનેદ ખત્રી

અંખડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે પુણ્યતીથિ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પવાના પ્રાર્થનાસભાના કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો.

મંત્રી ગણપતસિંહ વસાવાની સાથે પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને રાજ્યના વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી સહીતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં મુલાકાતી પ્રવાસીઓએ દેશની વિરાટ પ્રતિભાની વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પિ હતી.

આ પ્રસંગે ઉર્મિશ મહેતા અને તેમના ધર્મપત્ની વૈશાલી મહેતા સહિત તેમનાં કલાવૃંદે સરદાર સાહેબને શ્રધ્ધાંજલિ રૂપે “ ફૌલાદ થા જિનકા સિના, હૈ દેશકા એક વો નગીના, ઇતિહાસમે નજરે ડાલો, સરદાર સા કોઇ કહી ના” તેમજ “ જિન્હે લોહ પુરૂષ નામ સે સારી દુનિયા જાને, હમ સબ સરદારકો માને-દુનિયા સરદારકો માને, અબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સે દુનિયા જિનકો” જેવી સ્વરચિત કૃત્તિઓ રજૂ કરી હતી. આ કલાવૃંદે તેમની આ કૃત્તિઓના માધ્યમથી સરદાર સાહેબે દેશ માટે આપેલા અમૂલ્ય બલિદાનથી દેશની ભાવિ પેઢી તેનાથી સરદાર સાહેબનો એકતાનો સંદેશો ફેલાવવા સાથે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું કેન્દ્ર સ્થાન બની રહેશે, તેવી વાત ઉક્ત કૃતિઓમાં વણી લીધી હતી.

આ પ્રસંગે નર્મદા નિગમના મુખ્ય ઇજનેર પી.સી.વ્યાસ, નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર એચ.આર.કાનૂનગો અને ગરાસીયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહિવટદાર નિલેશ દુબે સહિત સંબંધિત અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં મુલાકાતી પ્રવાસીઓ શ્રધ્ધાંજલી અર્પણની આ પ્રાર્થનાસભામાં જોડાયા હતા.અંતમાં રાષ્ટ્રગીતની ધુન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..