Back

મંત્રી ગણપતસિંહ વસાવાએ કેવડીયા કોલોની ખાતે પ્રગતિ હેઠળના વિવિધ પ્રવાસન પ્રોજક્ટસની લીધેલી મુલાકાત

મંત્રી ગણપતસિંહ વસાવાએ કેવડીયા કોલોની ખાતે પ્રગતિ હેઠળના વિવિધ પ્રવાસન પ્રોજક્ટસની લીધેલી મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો હોવા છતાં પણ વિશ્વમાં પ્રવાસનનું એક નવું ડેસ્ટીનેશન ઉભુ થયું છે.-વન મંત્રી ગણપતસિંહ વસાવા

મંત્રી ગણપતસિંહ વસાવાએ કેવડીયા કોલોની ખાતે પ્રગતિ હેઠળના વિવિધ પ્રવાસન પ્રોજક્ટસની લીધેલી મુલાકાત



રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ આજે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત સરદાર સાહેબને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના પ્રાર્થનાસભાના કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીની મુલાકાત દરમિયાન વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ સ્થળની મુલાકાત લઇ પ્રગતિ હેઠળની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતુ અને સંબંધિત અધિકારીઓને જરૂરી રચનાત્મક સૂચનો અને તેના અમલીકરણ માટે માર્ગદર્શન પુરું પાડયું હતુ.

વન મંત્રી ગણપતસિંહ વસાવાએ તેમની કેવડીયા કોલોની ખાતેની મુલાકાત સંદર્ભે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો હોવા છતાં પણ વિશ્વમાં પ્રવાસનનું એક નવું ડેસ્ટીનેશન ઉભુ થયું છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે રોજના સરેરાશ ૧૦ થી ૧૫ હજાર લોકો-પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે અને તેને લીધે દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લો ટુરિઝમ સેન્ટર તરીકે ઉભરી આવ્યો છે.

દેશની આઝાદીની લડાઇમાં સૌથી વધુ યોગદાન આપીને સૌથી વધારે વીરગતિ પ્રાપ્ત કરી છે એવા વીર આદિવાસીઓને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌ પ્રથમ યાદ કરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકક્ષાના મંજુર કરેલ બે ટ્રાઇબલ ફ્રિડમ ફાઇટર મ્યુઝિયમ પૈકીનું પ્રથમ મ્યુઝિયમ ગુજરાતમાં કેવડીયા ખાતે રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર લઇ રહ્યું છે અને સમગ્ર દેશમાંથી આદિવાસી સમાજે સ્વતંત્રતાની જે લડાઇ કરી છે તેનું તમામ સાહિત્ય-મટીરીયલ્સ ઘણા લાંબાગાળાની મહેનત કરીને એકત્ર કર્યું છે, જે આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાશે.


આ પ્રસંગે વન મંત્રી ગણપતસિંહ વસાવાએ આરોગ્ય વનની લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુફઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન સહિત કેરળમાં વપરાતી ઉપચાર પધ્ધતિ મુજબના વેલનસ સેન્ટરની પણ મુલાકાત લઇ તે અંગેની જાણકારી મેળવી હતી. અહીંના વેલનેસ સેન્ટરની આરોગ્ય વિષયક સારવાર પધ્ધતિ અને ઉપલબ્ધ તબીબી સેવાઓ અંગેના જરૂરી સાહિત્ય કેવડીયાની આસપાસના વિસ્તારમાં પ્રવાસીઓના રોકાણના આવાસની કેન્દ્રો ખાતે ઉપલબ્ધ કરવા અને તેમના મારફત પણ પ્રવાસીઓ સુધી આ જાણકારી પહોંચાડવાના પ્રયાસો અને તેના સુસંકલન માટે સૂચન કર્યું હતુ.

ત્યારબાદ ગણપતસિંહ વસાવાએ જંગલ સફારી પાર્કની લીધેલી મુલાકાત દરમિયાન પક્ષીઘરમાં મૂકાયેલા અમદાવાદના કરૂણા અભિયાનના ઘાયલ પક્ષીઓને પાંજરામાથી વિશાળ ડોમમાં વિહરવા માટે મુક્ત કર્યા હતા. તદ્દઉપરાંત સુરખાબ, આઇવીશ, સ્ટાર્ક , પોલીકેન ,ડકપેન, વગેરે જેવા પક્ષીઓને પણ પાંજરાંમાથી મંત્રીશ્રીના હસ્તે મુક્ત કરાયા હતા. પક્ષીઘરનો આ ડોમ વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો ડોમ અને જીઓએસ્ટીક રીતે વિશ્વનો સૌ પ્રથમ મોટો ડોમ છે. જંગલ સફારી પાર્કમાં ઓસ્ટ્રેલિયાથી અલ્પકા, લામ, ઓરેકસ અને વાઇલ્ડ બીસ્ટ સૌ પ્રથમવાર ભારત દેશમાં અહી લાવવામાં આવ્યા છે. મંત્રી વસાવાએ આ તમામ પક્ષીઓ-પ્રાણીઓને સમયસર ખોરાક, પાણી અને તેમના સ્વાસ્થય માટે રખાતી કાળજીની પણ જાણકારી મેળવી જરૂરી સૂચના આપી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..