Back

અમદાવાદ રસ્તા પર ઊભેલી બસ સાથે કાર ધડાકાભેર અથડાતા વૃદ્ધા કચડાયાં, મોત

શહેરનાં નારણપુરા વિસ્તારનાં જયમાલા ચાર રસ્તા પાસે વહેલી સવારે 6.30થી 6.45 વચ્ચે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


*અમદાવાદ* શહેરનાં નારણપુરા વિસ્તારનાં જયમાલા ચાર રસ્તા પાસે વહેલી સવારે 6.30થી 6.45 વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કારે ખાનગી યુનિવર્સિટીની બસને ધ઼ાકાભેર અથાડી હતી. જે દરમિયાન વૃદ્ધ મહિલા વચ્ચે આવી ગયા હતાં. આ મહિલા કાર અને બસની વચ્ચે દબાઇ જતા તેમનું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે, આ કારનો ચાલક અકસ્માત કર્યા બાદ ફરાર થયો છે. હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે એક વૃદ્ધા ચાલતા રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન ખાનગી પરિવહન માટે વપરાતી કારે એક યુનિવર્સિટીની ઉભેલી બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી. તે દરમિયાન કાર અને બસની વચ્ચે વૃદ્ધા આવી ફસડાઇ જતા તેમનું કમકમાટીભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.


આ અકસ્માતને કારણે મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ ગયા હતાં. આ અકસ્માતનાં થોડા સમય બાદ તેમના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓ પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. આ મોતને કારણે આખા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.


આ અંગે અમારા સંવાદદાતાએ ટ્રાફિક પીઆઈ, હેમંત પટેલ સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હાલ આ વૃદ્ધાની ઓળખ થઇ છે તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સવારે 6.30થી 6.45 વચ્ચેનો બનાવ છે. માજી ઝેબ્રા ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે એક બસ ઉભી હતી તેની પાછળથી કાર સ્પીડમાં આવે છે. ત્યારે કારે બસને અથાડી હતી જેમા વૃદ્ધા વચ્ચે આવી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કારનો ચાલક હાલ ફરાર છે પરંતુ ગાડી અને તેનો નંબર છે એટલે ચાલકની પણ ઓળખ થઇ જશે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..