Back

પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ના માતૃશ્રી ના સ્મરાણર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

મોરબી માં ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ HCG હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

૭૦૦ દર્દીઓ એ લાભ લીધો દર્દીઓ ને નિદાન સાથે દવા વિનામૂલ્યે અપાઇ ફુલછાબ ના સેવાયજ્ઞ ને ઉપસ્થિત મહાનુભાવો ને દર્દીઓ એ બિરદાવ્યા

ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ એચ સી જી હોસ્પિટલ રાજકોટ ડોક્ટર્સ ટીમ, ઓમશાંતિ વિદ્યાલય ટી ડી પટેલ, અને બોલબાલા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે અને મોરબી ના ફુલછાબ ના બ્યુરોચીફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ના માતૃશ્રી સવિતાબેન બાબુગીરી ગોસ્વામી ના સ્મરાણર્થે મોરબી ને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે મોરબી માં શનાળા રોડ પર સરદારબાગ સામે આવેલ ઓમશાંતી વિદ્યાલય ખાતે આજરોજ તા ૧૫ ને રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ વિનામૂલ્યે સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર્દીઓ ને નિદાન સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

આ કેમ્પ નો લાભ લેવા શહેર ને ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારથી જ દર્દીઓ ઉમટી પડ્યા હતાં. અને આ કેમ્પ નો ૭૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લઈ ખુશ થયા હતા. દર્દીઓ ના ઉમટેલા પ્રવાહ ને લીધે કેમ્પ બપોર ના ૧ વાગ્યા ને બદલે ૩ વાગ્યા સુધી ચાલુ રાખ્યો હતો. આ કેમ્પ માં એચ સી જી હોસ્પિટલ ના ૧૦ ડોકટરો ની ટીમ વિવિધ રોગ ના નિદાન કરી દર્દીઓ ને સારવાર આપી હતી. જેમાં આંખ, હાડકા, પેટ, આંતરડા,હદય, વાલ્વની તકલીફ, ઘૂંટણ, સાંધાના દુઃખાવા, શરદી, કેન્સર, દાંત, નાક, કાન, સહિત દર્દીઓ નો ઈલાજ કરી દર્દીઓ ને દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પ માં ફુલછાબ ના મેનેજર નરેન્દ્ર ઝીબા, ડૉ. અમિત હાપાણી , ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન, બોલબાલા ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, એચ સી જી હોસ્પિટલ ના એક્ઝિક્યુટિવ ડૉ. મનીષ અગ્રવાલ, સહિત ડોકટર ની ટીમ ઉપસ્થિત રહી હતી.

આ કેમ્પ માં રાજકોટ સાવલિયા હોસ્પિટલ ના ડૉ  અનુરથ સાવલિયા ટીમ એ સેવા આપી જેમાં સૌથી વધુ દર્દી ૧૫૦ થી વધુ આંખ ના એ લાભ લીધો હતો. તેમજ હાડકા ની બીમારી ના દર્દીઓ વધુ જોવા મળ્યા હતાં. આ કેમ્પ ને ઉપસ્થિત મહાનુભાવો ને દર્દીઓ એ ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ ના સેવાયજ્ઞ ને બિરદાવ્યું હતું. આ તકે મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે ફુલછાબ એ અખબારી ધર્મ ની સાથે સેવા ને સદભાવના નો ધર્મ બજાવ્યો છે. આ કેમ્પ માં જરૂરિયાત વાળા દર્દીઓ કાડીયોગ્રામ વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યો હતો. આંખ ના દર્દીઓ ને ચસ્માં પણ વિના મુલ્યે આપવામાં આવ્યા હતા. આ કેમ્પ માં ઓમશાંતી વિદ્યાલય ના ટી ડી પટેલ એ બનાવેલ કેન્સર, ડાયાબીટીસ, સહિત ના ૫૦ રોગો માં ઉપયોગી અમૃત પુષ્પ આયુર્વેદિક દવા દર્દીઓ ને વિનામૂલ્યે આપી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા મોરબી ના    ફુલછાબ ના બ્યુરોચીફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, ઓમશાંતિ વિદ્યાલય ના ટી ડી પટેલ આચાર્ય સંજયભાઈ વિરડીયા,હંસરાજ ડાભી સહિત શિક્ષક સ્ટાફ તેમજ મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ ના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ગામી, અને ફુલછાબ ના હિતેશભાઈ લાંબા, સહિત સ્ટાફ પણ જોડાયો હતો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..