Back

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવધ પ્રશ્નો માટે કલેકટર કચેરી સામે ધરણા

ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ધરણાંમાં જોડાશે

મોરબી સરકાર શિક્ષકોને વિવિધ કામોમાં જોતરી રાખે છે,  વિવધ ટીમો બનાવી શિક્ષકો પર સતત મોનિટરિંગ કર્યા રાખે છે, પણ જ્યારે શિક્ષકોના, કર્મચારીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલીઓ ઉકેલવામાં ઉદાસીનતા દાખવે છે,આંખ આડા કાન કરે છે શિક્ષકોના કેટલાક પ્રશ્નો કેટલીક માંગણીઓ વર્ષોથી વણ ઉકેલી પડી છે,જેમકે 1,જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી 2,છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.1/1/16ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકોને સમાનરૂપે લાગુ કરવી, 3,ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી.પરીક્ષા પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તેમજ તા.30.6.16 પછી મુદત વધારવા બાબત, 4, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.4200/-ગ્રેડ પે ચાલુ રાખવા બાબત, 5, એસ.પી.એલ. રજા અન્ય જિલ્લાની જેમ મંજૂર કરવી, 6. છેવાડાના તાલુકાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોના દશ વર્ષના બોન્ડ નાબૂદ કરવા 7,ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને અલગ ગ્રેડેશન આપવા બાબત વખતોવખત રજૂઆતો કરવા છતાં આ બધા જ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવતો ન હોય તા.30.11.19 ના રોજ  બપોરના 12.00 થી સાંજના 5.00 સુધી તાલુકા મથકે મોટી સંખ્યામાં ધરણા પર બેઠા હતા છતાં પણ સરકાર દ્વારા શિક્ષકોના પ્રશ્નનો ઉકેલવાનો જરા પણ પ્રયાસ કરેલ ન હોય અખિલ ભારતીય શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન મુજબ દરેક તાલુકામાંથી ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા મથકે કલેકટર કચેરી સામે તા.21.12.19 ના રોજ બપોરે 12.00 થી 5.00  વાગ્યા સુધી ધરણા ઉપર બેસશે અને આ ધરણા દ્વારા પોતાની લાગણી અને માંગણી સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ પહોંચાડશે એમ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા પ્રમુખ દિનેશભાઈ આર.હુંબલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીની યાદીમાં જણાવ્યું છે,

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..