Back

પાવાગઢ ખાતે 5માં પંચમહોત્સવના ટેન્ટ સીટીનો શુભારંભ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયો.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





પાવાગઢ નજીક વડાતળાવ ખાતે છેલ્લા ચાર વર્ષથી ડિસેમ્બર મહિનામાં પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.જેમા ચાંપાનેર પાવાગઢ ખાતે આવેલ સંસ્કૃતિક વારસા જાળવવા અને ઐતિહાસિક મહત્વ લોકો જાણે તે આશયે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

  પાવાગઢ નજીક આવેલ જંગલોમાં ફોરેસ્ટ ગ્રેઈલ પણ યોજાય છે.ઉપરાંત પાવાગઢ નજીક આવેલ વડાતળાવ ખાતે એક મહિના માટે એજ્યુમેમ્ટ પાર્ક, ફોટોગ્રાફિ વર્ક શોપ, ફોરેસ્ટ ગ્રેઈલફૂડ બજાર, ક્રાફ્ટ બજાર, લકઝુરિયસ ટેન્ટ સિટી, સાંસ્ક્રુતિક કાર્યક્રમ વગરે અનેક કાર્યક્રમો યોજાશે.

  પાવાગઢ ના વડાતળાવ ખાતે રમણીય અને સુંદર જગ્યા બનાવવામાં આવેલું ટેન્ટ સીટી પંચમહોત્સવનું મોટું આકર્ષણ છે અને અહીં વિવિધ કેટેગરીના ટેન્ટમાં ઓનલાઈન અને ટેલિફોનિક રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેના ભાગરૂપે 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી યોજાનારા આ પંચમહોત્સવ સાથે ટેન્ટસિટીને રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારના વરદહસ્તે ખુલ્લું મૂક્યું હતું.

   વર્ષ 2015 થી ચાલુ થયેલ આ પંચમહોત્સવ ના આયોજન થકી પ્રવાસન વિભાગને વેગ મળે તેવી રાજ્ય સરકારની અને વહીવટી તંત્રની નેમ છે તેમ કહેતા જિલ્લા કલેકટરે ચાલુ સિઝનનો પંચમહોત્સવ પણ લોકમાનસમાં અનોખું સ્થાન લેશે તેવી આશા સાથે આ મહોત્સવ ને વધુને વધુ માનવા જાહેર જનતાને અપીલ કરી હતી.ત્યારે આ વખતે પંચમહોત્સવની થીમ બેટી બચાવો બેટી પઢાવો પર રાખવામાં આવી છે.

   આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા,નાયબ કલેકટર મહેન્દ્ર નલવાયા,હાલોલના ધારાસભ્ય અને રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ ,કાલોલ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ તથા વહીવટી તંત્ર ન અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જેમા પાંચ દિવસ નું સાંસ્ક્રુતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેમા નામી કલાકારો કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સચિન જીગર જેવા કલાકારો પરફોર્મ કરવાના છે.

   તેમજ પંચમહાલના ચાંપાનેર ખાતે આર્કોલોજીકલ પાર્ક, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર એક માત્ર સ્થાપત્ય છે, જે પાવાગઢ નજીક આવેલું છે, તેને ધ્યાને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પાંચમા વર્ષે પંચમહોત્સવનું અતિસુંદર આયોજન કરાયું છે. તે આગામી 25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી અનેક પ્રકારના સાંસ્ક્રુતિક કાર્યક્રમો વગેરે યોજાશે જેમાં પંચમહાલ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં થી દૂર દૂરથી નામી કલાકારોના ચાહકો કાર્યકમ નિહાળવા ઉમટી પડશે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..