Back

રિલેશનશીપમાં સ્પેસ, પ્રાઇવેશી અને એકબીજાને પોતાના માટે સમય આપવો કેટલો જરૂરી !!!!!- મોનાલી સુથાર

રિલેશનશીપમાં સ્પેસ, પ્રાઇવેશી અને એકબીજાને પોતાના માટે સમય આપવો કેટલો જરૂરી !!!!!- મોનાલી સુથાર


પ્રેમ થયો કે લગ્ન થયા રિલેશનશીપ એટલે આપડે એવું માની લઈએ કે એકબીજા પર આપણો સંપૂર્ણ હક છે, સંપૂર્ણ સમય અને એના શ્વાસ પર પણ,  આ વસ્તુ જ્યારે નવા નવા પ્રેમમાં પડ્યા હોય ત્યારે જ  સારું લાગે આખો દિવસની વાતો, એક એક સેકન્ડ ની ખબર પણ સમય જતા ખ્યાલ જ નથી રહેતો કે ક્યારે આ જ વસ્તુ પ્રેમના  ઘટાડાનું પણ કારણ બની જાય છે, પ્રેમમાં એક બીજાની કેર અને ચિંતા સારી પણ ઇનસિક્યોરિટી ના નામ પર સ્વતંત્રતા પર પ્રતિબંધ કેટલે અંશે વ્યાજબી!!!!.


પ્રેમ અને લગ્ન બંને માં પરિસ્થિતિ સરખી જ હોય છે કહેવાય છે ને ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત, એટલે નવી નવી ચાંદનીમાં ગમાં અણગમાં સાથે પણ બધો સ્વીકાર કરવામાં આવે છે કે જાણે એકમેકની બહારની કોઈ જ દુનિયા નથી, પણ એ સનાતન સત્ય છે કે લાંબાગાળાના સમયમાટે એ શક્ય વાત છે જ નહીં. પહેલા પૂછાતાં સવાલો ચિંતા લાગે  અને પછી શક અને આ દરેક ના જીવનમાં થતી અને બનતી ઘટનાઓ ને આધારિત છે. 


સમય અને પ્રાઇવસી ની જગ્યા કેમ!!!  સમય સાથે જવાબદારીઓ સંજોગો બદલાતા લાંબાગાળે એ શક્યના બની શકે  અને પછી એ જ તણાવ અને ઝઘડાનું કારણ પણ.  પોતાના શોખ ઇચ્છાઓ  શોધી  થોડો સમય એમાં પણ આપવો જેના થી થોડા ડિસ્ટન્સ ના કારણે પ્રેમ જળવાઈ રહે જે દિલ થી હોય, નહીંતર સમય સાથે રિલેશન માત્ર સંતાનોના કારણે નિભાવવામાં  આવતો બોજ બની જાય છે.


તું મારાથી દુર નથી, ના હું તારાથી,

પણ આ  થોડી આપણી દુરી એ સુગંધ સમાન જાણે પુષ્પ પાંગર્યા રણમાં.


મોનાલી સુથાર

Concept Of Living 

Monalisuthar1210@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..