Back

ચુલી ગામે હળવદ - ધાગંધ્રા હાઈવે પર કચ્છ જામનગર જતી પાણીની પાઈપલાઈનમાં છેલ્લાં છ માસથી ભંગાણ

રિપોર્ટર  સુરેશ સોનગરા  હળવદ


હળવદ ધાગંધ્રા હાઈવે પર કચ્છ જામનગર જતી પાણીની પાઈપલાઈનમાં છેલ્લાં છ માસથી ભંગાણ 

ભુતિયા કનેક્શનની ભરમાર વચ્ચે પિસાતા ખેડૂતો: પાઈપલાઈન લીકેજ હોવાથી જમીન પડતર નથી મળ્યું વળતર

હળવદ ધાગંધ્રા હાઈવે પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈનમાં છેલ્લા છ માસથી ભંગાણ પડતા દરરોજનું હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે જેમાં આ પાઈપલાઈનમાં અનેક ભુતિયા કનેક્શન પણ આવેલા છે અને જવાબદાર તંત્ર દ્વારા અવારનવાર ખેડૂતો પર ખોટા કેસ કરી રહ્યાંનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે તેમજ પાઈપલાઈન લીકેજ હોવાથી ખેડૂતોની જમીન પણ પડતર રહે છે અને વળતર ચુકવણી કરવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે ત્યારે હવે તંત્ર દ્વારા પાઈપલાઈન લીકેજ બંધ કરવામાં આવશે કે કેમ ?

પાઈપલાઈન દ્વારા કચ્છના તાલુકાઓમાં અને જામનગર જિલ્લામાં પાણી આપવા માટે હળવદ ધાગંધ્રા હાઈવે પરથી પસાર થતી પાઈપલાઈન છેલ્લા છ માસથી લીકેજ હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યાં છે અને તંત્ર દ્વારા ખેડૂતોને ખેતી માટે પાણી ઉપયોગ કરતાં હોવાનું જણાવી ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવી રહ્યાનો આક્ષેપો કહ્યું હતું જેમાં હળવદથી ધાગંધ્રા જતી પીવાના પાણીની પાઈપલાઈનમાં અનેક જગ્યાઓ પર ભુતિયા કનેક્શન કરી પાણી ચોરી થતી હોવાનું જાણવા મળ્યું છે.

ધાગંધ્રા હાઈવે આવેલ વાડી માલિક દશરથભાઈના જણાવ્યા અનુસાર કચ્છ તરફ જતી પાઈપલાઈન છેલ્લા સાત વર્ષથી અમારી માલિકીની જમીનમાં લીકેજ હોવાથી અમારે ત્રણ થી ચાર વિઘા જેટલી જમીન પડતર રહે છે અને જવાબદાર તંત્રને અવારનવાર સમારકામ કરવા તેમજ વળતર આપવા માંગ કરી છે પરંતુ તંત્ર દ્વારા પગલા લેવામાં નહીં આવતા અમારે ના છુટકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..