Back

મોરબીમાં આવતી કાલે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરાશે

મોરબી જિલ્લામાં તારીખ ૦૩ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

મોરબી જિલ્લામાં તારીખ ૦૩/૧૨/૨૦૧૯ ના આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લાની વિવિધ કચેરી જેવી કે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મદદનીશ શ્રમ આયુક્ત રાજકોટની કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી તેમજ સિવિલ હોસ્પિટલના સયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવશે જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે યુ.ડી.આઇ.ડી કેમ્પ સવારના ૧૦ કલાકે રજીસ્ટ્રેશન તેમજ  સહાયક પ્રાદેશિક કચેરી દ્રારા BRC ભવન (સામાકાઠા) મોરબી ખાતે બપોરના ૪ થી ૫ કલાકે દિવ્યાંગ લાઇસન્સ ની માહિતી તેમજ પેન્શન સ્કીમ અંગે માહિતી અપાશે. તદઉપરાંત હળવદ તાલુકાના સાપકડા ખાતે દિવ્યાંગો માટે રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ પેન્શન સ્કીમની માહિતી આપવામાં આવશે. 

                વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિતે કરેલ સમગ્ર આયોજીત કાર્યક્રમમાં મોરબી જિલ્લાના દિવ્યાંગો બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો અનુરોધ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..