Back

હળવદ નગરપાલિકા દ્વારા 3 કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા રિવર ફ્રન્ટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ


 હળવદ નગરપાલિકા દ્વારા 3 કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા રિવર ફ્રન્ટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ

 છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયામાં થઈ. રિવર ફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે ભાજપના અગ્રણી અને પાલિકા ના ઉપપ્રમુખ આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી માત્ર બદનામ કરવાના ઈરાદાથી આવા આક્ષેપો કરવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પોતે પણ એક પત્ર લખી આ કામ ની તટસ્થ તપાસની માંગ પણ કરવામાં આવી છે.

હળવદ માં હાલમાં રિવર ફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે 60 ટકા જેટલું કામ પૂર્ણ થયેલ છે અને બીજું કામ પ્રગતિ પર છે ત્યારે થોડા દિવસોથી સોશ્યલ મીડિયામાં રિવર ફ્રન્ટના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ અંગે હળવદ શહેર ભાજપના પ્રમુખ અને પાલિકાના ઉપપ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસાઓ કર્યો હતા કે આ આક્ષેપો માત્ર ને માત્ર બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યા છે આમાં નક્કર સત્ય કંઈ નથી. સાથે સાથે એવું પણ કહ્યું હતું કે, થોડા સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા લોકો દ્વારા આવા જુઠાણા ચલાવવામાં આવે છે. હળવદ શહેર ભાજપ પ્રમુખે તો ત્યાં સુધી ખુલ્લી ચેલેન્જ આપી છે કે માત્ર રિવર ફ્રન્ટના કામ માં જ નહીં પરંતુ ભાજપના શાસનમાં ચાલે નગરપાલિકા ના સમય દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર સાબિત કરી આપવામાં આવે તો પોતે પોતાનું જાહેર જીવન છોડી દેશે તેવું સ્પષ્ટ કહ્યું હતું. પાલિકાના ઉપપ્રમુખે જયેશભાઈ પટેલ પણ આ અંગે સ્પષ્ટ કહ્યું હતું કે, અમારા ધ્યાનમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તેવું નથી આવ્યું તેમ છતાં અમે આ કામની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. હજી કામ 60 ટકા જેટલું પૂરું થયું છે બીજું કામ ચાલુ છે તેને પૂરતું પેમેન્ટ પણ આપવામાં આવ્યું નથી અને કોન્ટ્રાકટર ની ડિપોઝીટ પણ પાલિકા પાસે જમા છે જ્યાં સુધી કામ પૂર્ણ નહીં કરવમાં આવે ત્યાં સુધી તેને ફાયનલ પેમેન્ટ નહીં કરવામાં આવે તે પણ જણાવ્યું હતું. જે બાબતે પત્ર લખી સ્થાનિક ધારાસભ્ય અને લાગતાવળગતા ને ઉચ્ચ કક્ષા લેખીત માં રજુઆત કરીછે કસુરવાર સામે કડકમા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે,

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..