Back

કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ સુધારવા ગૃહ મંત્રીને રજૂઆત

રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ખુબજ ખરાબ છેદરરોજ ક્યાક ને ક્યાક બળાત્કાર કાર ના બનાવો બનતા જ રહે છે. ગુજરાત જાણે કે બળાત્કારી ઓ માટે સ્વર્ગ બની ગયું હોય તેવું લોકો ને લાગી રહ્યું છે. હાલ માં રાજકોટ  માં  બળાત્કાર ની ખુબજ નિંદનીય ઘટના બનવા પામેલ છે. એક સાત વર્ષ ની બાળા ઉપર નરાઘમે બળાત્કાર ગુજારેલ છે. જાણે કે કાયદો અને વ્યવસ્થા જેવુ કાઇ હોય જ નહિ. લોકો ને કાયદા નો કોઈ ડર જ ના હોય તેવું વાતાવરણ રાજ્ય માં ચાલી રહ્યું છે. જાણે કે ગુજરાત રાજ્ય ને બળાત્કાર ની સંખ્યા માં દેશ માં પ્રથમ નંબર અપાવવાનો હોય તેવું ચાલે છે તેમ લોકો કહી રહ્યા છે.  શુંઆ છેઆપણી કાયદો  અને વ્યવસ્થા. દરરોજ ખૂન ખરાબા અને ચોરીઑ તો જાણે કે રોજિંદા ક્રમ બની ગયો  હોય તેવું લાગી રહ્યું છે.

મોરબી જે એક વખત શાંત અને સંસ્કારી શહેર ગણાતું હતું ત્યાં પણ હવે તો દરરોજ એક બે ખૂન ના  કિસ્સા ઑ બને છેદારૂ ની જથ્થા ઑ પકડાય છે. બળાત્કાર ના બનાવો પણ બને છે. ચોરી લૂટ વગેરે પણ બને છે. પરંતુ પૉલિશ ડિપાર્ટમેંટ નો પણ આમાં કોઈ વાંક નથી એક તો સ્ટાફ ની ખુબજ મોટી ઘટએક એક ઓફિસરકર્મચારી પાસે બે. બે . ત્રણ ત્રણ કામો નો ચાર્જ. છાછવારે વારે નેતા ઓના પ્રોગ્રામ માં બધોબસ્ત માં જવાબદારીકેમ કે નેતા ઓને પણ બીક લાગે છે. કે તેઓ સલામત નથી. કડક  હાથે કામ લેવા જવામાં રાજકીય લોકોના પ્રેશર. પોલીસ સ્ટાફ કરે તો કરે પણ શું?

         મોરબી માં ખુબજ મોટા પ્રમાણ માં સિરામિક ફેક્ટરી માં આવેલ છે. જેમાં અન્ય  રાજ્યો માથી  મજૂરોકામદારો  રોજી રોટી રળવા આવતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા આમાં કોઈ કાયદો  કે વ્યવસ્થા   કરવા માં આવતી નથી. બહારના લોકો નો  ઈતિહાસ. ઓળખરજીસ્ટ્રેશન માટે કોઈ નિયમ કે વ્યવસ્થા  જ ના હોય તેવી રીતે સૌ કામ કરી રહ્યા છે. અને  જે ખૂન ખરાબા  ના બનાવો બને છે. તે બહાર ના લોકો ના જ વધારે બને છે.

         સરકાર દ્વારા ફેક્ટરીઓ માટે સ્થાનિક 80% લોકો ને રોજગારી આપવા માટે નિયમો હોય છે. પરંતુ તેમાં કોઈ જોવા વાળું જ નથી.  જિલ્લા ઉધોગ કેન્દ્ર માં ખોટા દ્સ્તવેજ આપી ને સબસિડી લેવા માં આવે છે. અધિકારી ઑ અને એજન્ટો દ્વારા ભષ્ટ્રાચાર કરવામાં આવે છે. કોઈ જોનાર નથી આવું શા માટે તે લોકો પૂછી રહ્યા છે.

         સરકાર દ્વારા લોકોને હેલ્મેટ. પિયુસી. લાઇસન્સઆર.સી.બુકનંબર પ્લેટ વગેરે માટે દંડ કરવા માટે સ્ટાફ છે. લોકોને હેરાન કરવા માટે સમય છે. પરંતુ કાયદો અને વ્યવ્વ્સ્થા જોવા માટે કોઈ આયોજન નાહોય તેવું લોકો કહી રહ્યા છે.

કાંતીલાલ ડીબાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) દ્વારા  માગણી કરવામાં આવી છે કે સૌથી પહેલા તો પોલીસ  ડિપાર્ટમેંટ માં ખાલી જ્ગ્યા ઑ ભરવા માં આવે નવી જગ્યાઓ ઊભી કરની તેમાં નવા ઓફિસર કર્મચારીઓને નિમણૂક કરવામાં આવે. જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સ્ટાફ ને મુક્ત રીતે કાયદો અને વ્યવસ્થા માટે કામગીરી કરવા દેવામાં આવે  લોકો કાયદા ને માન  આપતા થાય. કાયદા ની મયાદા માં રહે. ગુનાઓ  ના બનાવો માં ઘટાડો થાય લોકોને પણ સારી કાયદો  અને વ્યવસ્થા નો અનુભવ થાય. ગુજરાત રાજ્ય કાયદો  અને વ્યવસ્થા માં  સારું રાજ્ય બને ભારત માં નંબર  એક પર રહેતેવું આયોજન કરવા આમરી લાગણી તેમજ માગણી છે.

આ બાબતે ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ને કાંતીલાલ ડીબાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) દ્વારા રજૂઆત કરવામાં આવી છે

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..