"પરવાહ નથી"
"પરવાહ નથી "
જગ ભલે કરે કોઈ વાત, એની મને પરવાહ નથી,
વહેમ છે એ તો એમનો, જેની કોઈ દવા નથી.
જોઈ ને કોઈનું સારું, કરે છે અદેખાઈ લોકો,
જૂનું થયું આ બધું હવે, આ કામ કોઈ નવા નથી.
કાઢે છે એ લોકો બીજાની કોફીમાંથી ભૂલ,
જેમની પાસે ખુદનાં ઘરમાં ય ચા નથી.
કરી પોતાનું કામ, એમા જ રાજી રહે,
હવે એવા અનમોલ લોકો કોઈ ખરા નથી.
મૂકી દે ચિંતા આખા ગામની તું અનમોલ,
પાછળ થી વાત ના થાય એવી કોઈ ધરા નથી.
-વિપુલ પરમાર (અનમોલ) ✍🏻


