Back

દેવગઢ બારીઆ તાલુકા ના ડભવા ગામે નવીન સામુહિક આરોગ્ય કેન્દ્ર નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

  દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામે તા. ૩૦/૧૧/૨૦૧૯ના રોજ સરકાર દ્વારા મંજુર થયેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર નાં નવીન ભવનના બાંધકામ નો ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

 આ ભૂમિપૂજન કાર્યક્રમ રાજ્યકક્ષા નાં મંત્રી શ્રી બચુભાઈ એમ ખાબડ સાહેબ તથા દાહોદ જિલ્લા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબનાં અધયક્ષ સ્થાને યોજાયો હતો. આ સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર થવાથી આજુબાજુના ગામોનાં લોકો ને નજીક માં જ સેવાઓ મળી રહેશે. અત્યાર સુધી કોઈ વ્યકિત બીમાર પડે તો તેને બારીઆ સુધી લાંબુ થવું પડતું હતું અને સારવાર લેવી પડતી હતી. જે ગરીબ માણસ ને માટે મુશ્કેલ કામ હતું. આ નજીક માં દવાખાનુ ચાલુ થવાથી લોકો તેનો લાભ લઈ શકશે અને તેમનો સમય અને નાણાં ની પણ બચત થશે. આ સામુહિક આરોગ્ય કેન્દ્ર નું ભૂમિપૂજન થવાથી લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

 આ ભૂમિપૂજન કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઈ પારગી, આરોગ્ય સમિતિ નાં ચેરમેન શ્રી જુવાનસીગ પટેલ, દેવગઢ બારીઆ તાલુકા પ્રમુખ શ્રી અમરસિંગભાઈ રાઠવા,ભાજપ પ્રમુખ શ્રીમુકેશભાઈ ,મહામંત્રી શ્રી કરણસિંહ પટેલ તથા કીર્તનભાઈ ,જિલ્લા પંચાયત સભ્ય સરદારભાઈ પુજારા તથા તાલુકા પંચાયત સદસયો, સરપંચો, આરોગ્ય ખાતાનાં કર્મચારીઓ ,વડીલો, મહિલાઓ અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.