Back

નેત્રંગ ગામના મુખ્ય રસ્તાઓ પર ગટર ના પાણીની રેલમછેલ તેમજ રોડ પર ઠેર ઠેર ખાડાઓને લઈને દિવ્યાંગ વ્યક્તિ.....

રિપોર્ટર, નેત્રંગ

પટેલ બ્રિજેશ બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯



નેત્રંગ ગામના મુખ્ય રસ્તાઓ પર ગંદા ગટર ના તેમજ ઘર વપરાશના પાણીની રેલમછેલ બારે માસ રોડ પર કરાતા અને રસ્તોઓ પર ઠેર ઠેર પડેલા ખાડાઓ બમ્પ ને લઈ ને તોબા પોકાત ઉઠેલી પ્રજાને લઈ ગામના એક નવયુવાન દિવ્યાંગ દ્વારા વહીવટીતંત્ર ને આવેદનપત્ર પાઠવી ને પોતાનો રોષ વ્યક્ત કરતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.



નેત્રંગ ગામના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ અંબુભાઈ પટેલ નો પુત્ર બ્રિજેશકુમાર કે જે જન્મ થી જ દિવ્યાંગ છે.જે વ્હીલચેરમાં માં બેસીને પોતાનો સમય પસાર કરી રહ્યો છે. વર્ષોથી ઘરમાં જ બેસીને દિવસ પસાર કરતા બ્રિજેશકુમારને ભરૂચ જિલ્લા ના સાંસદ મનસુખભાઇ વસાવા થકી મદદ પ્રાપ્ત થતા ઇલેટ્રોનિક વ્હીલચેર તેને તંત્ર દ્વારા મળી છે.


બ્રિજેશકુમાર ભરતભાઈ પટેલ ને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાંચે ગુજરાતમાં પ્રથમ નંબર મેળવતા ગાંધીનગર ખાતે એવોર્ડ આપવામાં આવેલ છે.


હાલમાં સંપૂર્ણ શરીરે થી દિવ્યાંગ એવો બ્રિજેશ પટેલ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો છે.હાલમાં તેને અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન ના આઈ.ટી.સેલ અને વેરિફિકેશન ડિપારમેન્ટના મુખ્ય ઇન્ચાર્જ બનાવવામાં આવેલ છે.


બ્રિજેશ પટેલ હાલ ઇલેટ્રોનિક વ્હીલચેર મળતા તે રોજ પોતાના ઘરેથી નિયમિત મંદિરે તેમજ ગામના બજાર વિસ્તારમાં ફરવા માટે નીકળે છે.


ગામના મુખ્ય રસ્તાઓ કે જે ગ્રામ પંચાયત નજીક થી શરૂ થતા હોય ગ્રામ પંચાયતની નજીકના વિસ્તારમાં આવેલ રહેઠાણ વાળા લોકો દ્વારા કાયમી ધોરણે ઘરવપરાશ નું ગંદુ પાણી રોડ પર છોડવામાં આવતા કાયમી ધોરણે ગંદાપાણી નો ભરાવો રોડ પર રહેતા ગંધાતા પાણીને લઈને રોડની આસપાસ દુકાનો ધરાવતા દુકાનદારો હેરાન પરેશાન થઈ ગયા છે. જવાહર બજાર વિસ્તારમાં આવેલ ગટરો પણ છાસવારે ઉભરાય તેનું પાણી પણ રોડ પર ફરિવળતા તેમજ રોડ પર પડેલા ઠેર ઠેર ખાડાઓ તેમજ બમ્પો ને લઈને પ્રજા તોબા પોકારી ઉઠી છે.ગામ ભરમાં ડેન્ગ્યુ જેવા રોગોમાં ખુદ મહીં7 સરપંચ ઝપટમાં આવી ગયા હોવા છતાં પણ સફાઈનો અભાવ તેમજ જંતુનાશક દવાઓ ના છંટકાવ ના અભાવને લઈને મચ્છરોનો ઉપદ્રવ ઠેર ઠેર જોવા  મળી આવ્યો છે. તેવા સંજોગોમાં ગામની પ્રજા પંચાયતના વહીવટીતંત્ર પ્રત્યે છૂપો રોષ પ્રગટ કરી રહી છે.


ત્યારે દિવ્યાંગ બ્રિજેશકુમાર પટેલ દ્વારા ઉપરોક્ત બાબતે નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તેમજ સરપંચશ્રી ને લેખિતમાં રાવનાંખી સરપંચને હાથો હાથ રૂબરૂ આવેદનપત્ર પાઠવી રોષ પ્રગટ કર્યો છે. આ બાબતની લેખિત રાવ બ્રિજેશ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી થી લઈને જિલ્લા વિકાસઅધિકારી તેમજ અન્ય લાગતા વળગતા ખાતા ના અધિકારીઓને નાંખી છે

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..