Back

અમરેલીના ખાંભામાં જીગ્નેશભાઇ મેવાણીના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાયુ

ન્યુજ

અમરેલી


અમરેલી જીલ્લાના ખાંભા તાલુકામાં તક્ષશિલા વિદ્યા સંકુલ ખાતે આપણા લોક લાડીલા ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના કલ્વીનર જીગ્નેશભાઈ મેવાણી સાહેબ ની અધ્યક્ષતા માં એક ભૂમિ અધિકાર સમેલન યોજાય ગયું...


       ખાંભા આવેલ આનંદ સોસાયટી થી તક્ષશિલા વિદ્યા સંકુલ સુધી રોડ શો કરી ને ખાંભા તાલુકા ભર માંથી ઉમટી પડેલ દલિત સમાજના બંધુઓ. ભીમ સૈનિકો મોટી સંખ્યામા હાજર રહી કાર્યક્રમ ને ખૂબ જ સફળ બનાવેલ...


      જેમાં જીગ્નેશભાઈ મેવાણી સાહેબે દલિતો ને પોતાના હક્ક વિશે ની યોગ્ય માહિતી આપેલ...


         તેમજ પોતાના હક્ક ની મળવા પાત્ર જમીનો ના કબ્જા સરકાર શ્રી તરફથી વહેલી તમે કેમ લેવા અને પોતાના હક્ક અધિકાર માટે કેમ લડવું જોઈએ એની જાણકારી આપી હતી.. સાથે  અમરેલી થી પધારેલા નવચેતન ભાઈ પરમારે કાયદાકીય રીતે કેમ લડવું જોઈએ એની વિશેષ જાણકારી આપી હતી...


તેમજ  અમરેલી થી પધારેલા ભાંણજીભાઈ બગડા (ગુરુજી) એ પણ સારું માર્ગ દર્શન આપેલ. આ કાર્યક્રમ માં ભીખુભાઇબાટાવાળા પણ હાજર રહેલ. આ સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવા ખાંભા ના અનુસૂચિત જાતિ સમાજ ના અગ્રણી પ્રવીણભાઈ સરવૈયા, ભરતભાઈ રથડો, જીવણભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ, રમેશભાઈ મારું, રાજુભાઈ પરમાર, અજયભાઈ ખડાધાર, પ્રવીણભાઈ સાગઠીયા, ભરતભાઈ સોંદરવા, વિગેરે યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી...

તેમ રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના ખાંભા તાલુકા પ્રમુખ ભરતભાઇ રાઠોડ ની યાદી જણાવે છે...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..