Back

ટંકારામાં રામદેવજી મહારાજ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ટંકારામાં રામદેવજી મહારાજ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે. જેમાં તા.૧૧-૧૨‌-૧૯ ના રોજ સાંજે ૪ કલાકે દેહ શુધ્ધિ, તા.૧૨-૧૨-૧૯ ને ગુરૂવારના સવારે ૭ કલાકે પંચ કુંડી મહાયજ્ઞ, બપોરે ૧૧:૩૦ કલાકે શ્રી રામદેવજી મહારાજ મંદિર ટંકારા જ્યાં મહાપ્રસાદનુ આયોજન કરાયું છે. અને સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમાશે. સાથે પીઠળનું પ્રખ્યાત રામામંડળ તા.૧૧-૧૨-૨૦૧૯ ને બુધવારના રાત્રે ૯ કલાકે રમાશે. જેમાં રામાપીરના જીવન ચરિત્રને સંગીતમય શૈલીમાં ભજવાશે. 

આ પ્રતિષ્ઠાના વરદ્શ્રીઓ શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દિપકભાઈ ભાણજીભાઈ ભાલોડીયા, શ્રી ગણેશજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વાલજીભાઈ કરશનભાઇ કાસુન્દ્રા, શ્રી હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા જગદિશભાઇ મોહનભાઈ દુબરીયા, શ્રી ધજાદંડ કળશની પ્રાણ પ્રતિષ્ઠા રાધવજીભાઇ મહાદેવભાઇ રાકંજા રાજકોટવાળા, શ્રી ધન કુંબેરજી શ્રી વરૂણ દેવજી શ્રી યમરાજજીની પ્રાણ પ્રતિષ્ઠા અમૃતલાલ મનજીભાઇ ફેફર, ઘંટનાદ ઝાલરનાદની પ્રાણ પ્રતિષ્ઠા હસુભાઇ મહારાજ દ્વારા કરવામાં આવશે. આ તકે સર્વ ધર્મપ્રેમી જાહેર જનતાને પધારવા મહંતશ્રી કુવરદાસજી ગુરૂશ્રી બાલકદાસજી તથા સેવક ગણ તરફથી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..