Back

મોરબી સ્નેહ બાળકોની હોસ્પિટલની બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ફ્રી નિદાન કેમ્પનુ આયોજન

મોરબી સ્નેહ હોસ્પિટલ ખાતે ૯ થી ૧૪ ડિસેમ્બર સુધી યોજાનાર ફ્રી નિદાન કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત અમૃતમ હોસ્પિટલના ડોકટરો સેવા આપશે.

મોરબી સ્નેહ બાળકોની હોસ્પિટલ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી છે તે નિમિતે સ્નેહ હોસ્પિટલના ડો.અલ્પેશ.એમ.રાંકજા દ્વારા ફ્રી નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે જે તા.૯ થી ૧૪ ડિસેમ્બર સુધી એટલે કે આવતીકાલથી ફ્રી નિદાન કેમ્પ યોજાશે જેમા રાજકોટની પ્રખ્યાત અમૃતમ હોસ્પિટલના તબીબો હાજર રહી સેવા આપશે આ ફ્રી નિદાન કેમ્પમાં તમામ પ્રકારની એલર્જીની સારવાર અને નિદાન વારંવાર થતી શરદી ઉધરસનુ નિદાન વજનનુ વધવું શ્વાસના રોગો ન્યુમોનીયા દમ અસ્થમાંનુ નિદાન હદયના રોગોનું નિદાન આંચકી જેવા  રોગોનુ ચેકએપ કરાશે તેમજ છ માસ પછીના બાળકોના ખોરાક અંગેનુ માર્ગદર્શન અપાશે તદુઉપરાંત બાળકોને લગતી રસી અંગેનુ પણ માર્ગદર્શન સાથે ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના તમામ રોગોનુ નિદાન કરવામાં આવશે જે ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા જણાવાયુ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..