Back

શ્રી સમસ્ત ભરવાડ સમાજ તેમજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનું દિવાનપરામાં આવેલ મચ્છોમાંના મંદીરે આયોજન કરવામાં આવ્યુ

શ્રી સમસ્ત ભરવાડ સમાજ તેમજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનું દિવાનપરામાં આવેલ મચ્છોમાંના મંદીરે આયોજન કરવામાં આવ્યુ , 250 થી વધુ પરીવારોએ લાભ લીધો.


શ્રી સમસ્ત ભરવાડ સમાજ તથા રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં દિવાનપરામાં આવેલ ભરવાડ સમાજના શ્રી મચ્છોમાંના મંદીરે મુખ્યમંત્રી અમૃતમ " માં વાત્સલ્ય " કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા સમાજ અગ્રણીઓની મહેનતથી ભરવાડ સમાજના આશરે 250 થી વધુ પરીવારોએ આ કેમ્પમાં ભાગ લઈને કાર્ડ કઢાવ્યુ હતુ.


 રાજકોટ ભરવાડ સમાજના આગેવાનો સમાજ માટે હર હંમેશા ચિંતા કર્તા હોય છે અને તેને માટે અગ્રણીઓ શૈક્ષણિક , સમૂહ લગ્ન , જનજાગૃતિ , વ્યસનમૂક્તિ , એકતા સમ્મેલન , માર્ગદર્શન સેમીનાર , સન્માન સમારોહ , રક્તદાન કેમ્પ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો કરતાંજ રહે છે અને તેમા પણ માં વાત્સલ્ય કાર્ડના કેમ્પનું પણ આયોજન કરીને સેવાકીય પ્રવૃતિમાં એક વધુ સમાવિષ્ટ કર્યો. વિસ્તૃતથી વાત કરીએ તો શ્રી સમસ્ત ભરવાડ સમાજ તથા રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં દિવાનપરામાં આવેલ ભરવાડ સમાજના શ્રી મચ્છોમાંના મંદીરે મુખ્યમંત્રી અમૃતમ " માં વાત્સલ્ય " કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે દશ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી સતત આ કાર્યક્રમ ચાલુ હતો. સવારથી જ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. આયોજકો દ્વારા પાંચ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને આ પાંચેય ટેબલોની પાંચ કીટો દ્વારા ભરવાડ સમાજના આશરે 250 થી વધુ પરીવારોના મુખ્યમંત્રી અમૃતમ " માં વાત્સલ્ય " કાર્ડ નિકળ્યા હતા. મચ્છો માતાજી મંદિર ખાતે યોજાયેલ માં અમૃતમ કાર્ડ કેમ્પમાં 1500 થી પણ વધારે સમાજના લોકોને લાભ મળ્યો હતો અને સાથો સાથ કેમ્પમાં આવેલ તમામને પ્રસાદી રૂપે ભોજન પણ આપવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ભીખાભાઈ પડસારીયા , રાજુભાઈ જુંજા , રણજીતભાઈ મુંધવા , પોપટભાઈ ટોળીયા , કરણભાઈ ગમારા , લખુભાઈ મુંધવા , જે.ડી. ટારીયા , રમેશભાઈ રાતડીયા , રામાભાઈ ખીંટ , ગોપાલભાઈ ગોલતર , મુકેશભાઈ મુંધવા , ભીમાભાઈ જાદવ , ગોપાલ સરસીયા , મેહુલભાઈ ગમારા , દિલિપભાઈ ગમારા , અજયભાઈ મુંધવા , પરેશભાઈ સરસીયા અને અમારા પ્રતિનિધિ ભોજાભાઈ વી. ટોયટા એ ભારે જહેમત ઉઠાવી હતી.


અહેવાલ :- હર્ષલ ખંધેડીયા સાથે ભોજાભાઈ વી. ટોયટા