Back

રાજકોટના મુંજકા વિસ્તારમાં ગૃહ કંકાશથી કંટાળેલા આધેડનો ગળે ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ મુંજકા ગામ પાસે  આવેલા ટીટોડીયા સ્લમ કવાર્ટરમાં  રહેતા કનુભાઇ મગનભાઇ ચુડાસમા( ઉ.વ.૪૯) એ ગઇકાલે પોતાના ઘરે પંખાના હુકમાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ આદરી હતી. મૃતક કનુભાઇ ઇન્દીરા સર્કલ પાસે બુટ-ચપ્પલ રીપેરીંગનુ કામ કરતા હતા તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે ઘરકંકાસથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ બહાર આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..