Back

રાજકોટના મવડી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

રાજકોટઃ શહેરના મવડી ચોકડી  વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇકાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ  શોધખોળ આદરી હતી.

તપાસ કરતા મવડી ચોકડી પાસે શકિતનગર-પ મા રહેતો ચીરાગ મહેશભાઇ મારડીયા સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું બહાર આવતા  સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા જાણ કરી હતી. પોલીસે ચિરાગ વિરૂદ્ધ અપહરણનો  ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ જે.વી. ધોળા દ્વારા હાથ ધરાઈ છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..