Back

રાજકોટના પુનિતનગરમાં બીમારી સબબ પ્રૌઢનું મૃત્યુ

રાજકોટ : ગોડલ રોડ ચોકડી પાસે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમા રહેતા રામભાઇ ડાયાભાઇ  ગીડા (ઉ.વ.પ૮) પરમ દિવસે ૧પ૦ ફૂટ રોડ  પુનીતનગર સર્કલ પાસે હતા ત્યારે બીમારી સબબ અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મૃત્યુ  નિપજયું હતુ.

મૃતક રામભાઇને સંતાનમા બે પુત્ર છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.કે.માઢક તથા રાઇટર અંશુમનભાઇએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..