Back

જંબુસરના ટંકારી ખાતે ૧૦મી ડિસેમ્બરે યોજાનાર આત્મીય યુવા અધિવેશનની તડામાર તૈયારી

પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં યોજાનાર આત્મીય યુવા અધિવેશનની તાડામાર તૈયારીઓ ટંકારી ખાતે ચાલી રહી છે.ભગવાન શ્રી સ્વામિનારાયણની પાવન પંદરજ થી ગુજરાતની આ પુણ્યવંતી ધરા પર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આગામી જાન્યુઆરી ૨ થી ૫ ના દિને વડોદરા ખાતે યુવા મહોત્સવ ઉજવાનાર હોય તેના ઉપક્રમે ઠેર ઠેર હરિપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં આત્મીય યુવા અધિવેશન યોજાઈ રહ્યા છે તેના ભાગરૂપે અક્ષર પ્રદેશ ખાતે જંબુસર તાલુકાના ટંકારી ગામે આગામી મંગળવાર તારીખ ૧૦/૧૨/૧૯ ના રોજ આત્મીય યુવા અધિવેશન યોજાવાનું હોય જેમાં હજારોની સંખ્યામાં યુવક હરિભક્તો અધિવેશનનો લાભ લેવા આવનાર હોય જેની તડામાર તૈયારીઓ ટંકારી ખાતે ચાલી રહી છે.આત્મીય યુવા મહોત્સવ નો સંકલ્પ યુવાનો સંપ સુ્હદભાવ એકતા થી જીવન જીવે અને નિર્વ્યસની તથા ધાર્મિક બને તથા ઘરે ઘરે આત્મિયતા પ્રગટે તેવી આહલેક હરિપ્રસાદ સ્વામીએ જગાવી છે.આજનો યુવાન મોબાઈલ તથા વ્યસનોની રવાડે ચડી પોતાની જિંદગી વેડફી રહ્યા છે તેને સાચો માર્ગ મળે તે માટે હરિપ્રસાદ સ્વામી તથા હરિધામ સોખડાના સંતો દાખળો કરી રહ્યા છે.ટંકારી ખાતે યોજાનાર આત્મીય યુવા અધિવેશનને સફળ બનાવવા પ્રાદેશિક સંત શ્રીજી વલ્લભ સ્વામી તથા વડીલ દીનુદાદા જેઓએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..